અમદાવાદમાં કુલ 26 જેટલાં ફ્લેટ અને સોસાયટીઓ ડેવલપ કરાશે, 2531 જેટલા રહેણાંક અને કોમર્શિયલ મકાનો બનશે
A total of 26 flats and societies will be developed in Ahmedabad, 2531 residential and commercial houses will be built.
અમદાવાદમાં વર્ષો જૂની અનેક સોસાયટીઓ અને ફ્લેટ જર્જરિત થઈ ગયા હોવાના કારણે તેના રીડેવલપમેન્ટ કરવાની તાતી જરૂરિયાત ઉભી થતાં શહેરમાં પાંચ ઝોનમાં કુલ 26 જેટલા ફ્લેટ અને સોસાયટીને રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યાં છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ 18 જેટલા ફ્લેટ અને સોસાયટીઓને રીડેવલપમેન્ટ પ્લાન હેઠળ મૂકવામાં આવ્યા છે. કુલ 2531 જેટલા રહેણાંક અને કોમર્શિયલ મકાનો રિડેવલોપ થશે.
શહેરના તમામ ઝોનમાં રીડેવલપમેન્ટ માટેની માહિતી માંગવામાં આવી હતી જેમાં એપ્રિલ અને જુલાઈ 2022માં 26 સોસાયટી-ફ્લેટને રીડેવલપમેન્ટ માટે પરવાનગી આપવામાં આવી છે. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં 09, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 02, દક્ષિણ ઝોનમાં 08 તેમજ પશ્ચિમ ઝોનમાં 07 સોસાયટી-ફ્લેટના રી-ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. કુલ 1554 રહેણાંક અને 977 કોમર્શિયલ બાંધકામ માટે કોર્પોરેશન તરફથી પરવાનગી આપવામાં આવી છે.
રીડેવલોપમેન્ટની સ્કીમોમાં 75 અને 25 ટકાનો નિયમશહેરમાં અનેક જર્જરીત અને ભયજનક બિલ્ડીંગો તૂટી પડવાથી તેમજ નિર્દોષ નાગરીકોના મૃત્યુ થયા બાદ રાજય સરકારે જર્જરીત મકાનોના રીડેવલપમેન્ટ યોજના જાહેર કરી હતી. રીડેવલોપમેન્ટ માટેની સ્કીમોમાં 75 અને 25 ટકાનો નિયમ છે. પરંતુ હવે રીડેવલપમેન્ટ માટે સ્થાનિક રહીશો જલ્દી સોસાયટીના ચેરમેન અને અન્ય જવાબદાર લોકો પર વધુ વિશ્વાસ મુકતા નથી બિલ્ડરો સાથે મળી અને તેઓ દ્વારા સોસાયટીના સભ્યોનું હિત જાળવવાની જગ્યાએ પોતાનો આર્થિક લાભ મેળવતા હોવાની અનેક ફરિયાદો પણ પહેલાં ઊઠી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
6 Comments