GovernmentGovtInfrastructureNEWSUrban Development

વડોદરામાં ફોર લેન માર્ગોને સિક્સ લેન કરવા પ્રસ્તાવ

Proposal to convert four lane roads into six lanes in Vadodara

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા આજરોજ વડોદરા લોકસભા મતક્ષેત્રના નેશનલ હાઇવે-48નો બ્રીજ જે સાંકળો હોવાને કારણે મુસાફરી કરતા યાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. અમદાવાદથી જે પણ મુસાફરોને NH 48થી ભરૂચ સુરત કે મુંબઈ જવું હોય તો વડોદરાથી જવું પડતું હોય છે. અમદાવાદથી વડોદરા સુરત અને મુંબઈ જતો હાઇવે 6 લેનનો છે, પરંતુ વડોદરાથી ભરૂચ જતાં વચ્ચે જામ્બુવા, વિશ્વામિત્રી, પોર, બામણગામ અને નાના ફોકાડીયા ગામ પાસેનો ઓવરબ્રિજ 4 લેનનો છે જેનાથી વડોદરાથી ભરૂચ વચ્ચે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઉદ્ભવે છે તથા ત્યાં કલાકો સુધી ટાકિક જામની સમસ્યાનો સામનો કરવો પડે છે અને સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતની દુર્ઘટના વડોદરાના જામ્બુવા બ્રીજ પાસે સર્જાય છે, જેથી વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે તથા કોઈ વિકટ દુર્ઘટના ન સર્જાય તે માટે વડોદરા લોકસભા મતક્ષેત્રના વડોદરાના જામ્બુવા, વિશ્વામિત્રી, પોર, બામણગામ તથા નાના ફોફળીયા 4 લેન માર્ગેને 6 લેન બ્રીજમાં પરિવર્તન કરવાનો પ્રસ્તાવ માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજુ કર્યો હતો.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close