
અમદાવાદ શહેરમાં છેલ્લા 25 વર્ષથી કામ કરી રહેલા અને શહેરને નવી સ્કાઈલાઈન સાથે નવા લેન્ડમાર્ક બિલ્ડિંગો આપનાર એવા અમદાવાદના નામાંકિત શિવાલિક ગ્રુપે, આખા શહેરમાં રેસિડેન્શિયલ અને કમર્શિયલમાં કુલ 60 કરતાં વધુ લેન્ડમાર્ક બિલ્ડિંગો નિર્માંણ કર્યાં છે. જેમાં અમદાવાદ શહેરમાં રીયલ એસ્ટેટ માર્કેટ માટે મહત્વનો ગણાતા એસ.જી. હાઈવે પર સ્ટીમર શેપનું અદ્દભૂત બિલ્ડિંગ નિર્માંણ કરીને, અમદાવાદની એક આગવી ઓળખ ઊભી કરી છે.

શિવાલિક ગ્રુપના કો-ફાઉન્ડર અને મેનેજિંગ ડીરેક્ટર ચિત્રક શાહના જણાવ્યાનુસાર, શિવાલિક ગ્રુપે અમદાવાદમાં પ્રાઈમ લોકેશન પર 60+ લેન્ડમાર્ક બિલ્ડિંગો નિર્માંણ કરીને, અમદાવાદ શહેરને નવી આર્કીટેક્ટ ડીઝાઈન સાથે નવી સ્કાઈલાઈન આપી છે.

તેમજ વધુમાં તેમણે કહ્યું છેકે, આવનારા દિવસોમાં પણ શહેરની સુંદરતામાં વધારો કરવા આઈકોનિક બિલ્ડિંગો નિર્માંણ કરવા માટે શિવાલિક ગ્રુપ તૈયાર છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
20 Comments