રિયલ એસ્ટેટમાં સંસ્થાકીય રોકાણ 27% ઘટ્યું, ઓફિસમાં બમણો ગ્રોથ
Institutional investment in real estate fell 27%, double the growth in office
રિયલ એસ્ટેટ સેક્ટરમાં સંસ્થાકીય રોકાણ એપ્રિલથી જૂન દરમિયાન 27 ટકા ઘટી 966 મિલિયન ડોલર નોંધાયુ હતું. ગત વર્ષે સમાનગાળામાં 1329 મિલિયન ડોલરનું સંસ્થાકીય રોકાણ આ સેક્ટરમાં થયુ હતું. આંકડાઓ અનુસાર, ઓફિસ સેગમેન્ટમાં સંસ્થાકીય રોકાણ બમણુ થયુ હતું. રિયલ એસ્ટેટના ઓફિસ સેગમેન્ટમાં સંસ્થાકીય રોકાણ એપ્રિલ-જૂન 2022માં વધીને USD 652 મિલિયન થયું હતું. જે ગતવર્ષે સમાનગાળામાં 231 મિલિયન ડોલર હતું.
કંપનીઓના સ્તરે અને અલ્ટરનેટીવ એસેટ્સ (ડેટા સેન્ટર)માં રોકાણ પ્રવાહ અનુક્રમે 110 મિલિયન ડોલર અને 64 મિલિયન ડોલર રહ્યો હતો, ગતવર્ષે તેમાં શૂન્ય રોકાણ નોંધાયુ હતું. હાઉસિંગ સેગમેન્ટમાં સંસ્થાકીય રોકાણ એપ્રિલ-જૂન દરમિયાન ઘટીને USD 60 મિલિયન થયું હતું. અગાઉના વર્ષે 78 મિલિયન ડોલર હતું, જ્યારે રિટેલ રિયલ એસ્ટેટમાં રોકાણનો પ્રવાહ USD 278 મિલિયનથી ઘટીને USD 51 મિલિયન થયો હતો.
વેરહાઉસિંગ સેગમેન્ટમાં USD 742 મિલિયનથી ઝડપથી ઘટીને 29 મિલિયન ડોલર રોકાણ થયુ હતું. ઓફિસ-ટુ-ઓફિસમાં રીટર્ન અને રીન્યુ લીઝિંગ સાથે ઓફિસ સેક્ટરમાં ઝડપી રિકવરીના લીધે રોકાણમાં સુધારો થઈ રહ્યો હોવાનું જેએલએલના કેપિટલ માર્કેટ હેડ લતા પિલ્લઈએ જણાવ્યુ હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
4 Comments