ConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

ફાટકમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત 9 પાલિકામાં રેલવે ઓવરબ્રિજને મંજૂરી

Railway overbridges approved in 9 municipalities under gate-free Gujarat campaign

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ફાટકમુકત ગુજરાત અભિયાન’ અન્વયે જૂનાગઢ મહાનગરપાલિકામાં અને ૯ નગર પાલિકાઓમાં રેલવે ઓવરબ્રિજના નિર્માણ માટે ૪૪૩.૪પ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં જૂનાગઢ મહાનગરમાં ૧૮.૮પ કરોડના રેલવે અંડરપાસ બનાવાશે. તે સાથે અંજાર, વલ્લભ વિદ્યાનગર, હળવદ, ખંભાળિયા, ધ્રાંગધ્રા, આંકલાવ, મોરબી અને ધોરાજીમાં ટુ લેન રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે. તો સાવરકુંડલામાં ફોર લેન રેલવે ઓવરબ્રિજ બનાવાશે. 

જૂનાગઢ મહાનગરપાલિકામાં જોષીપુરા ખાતે એક રેલવે ઓવર બ્રિજ ૩૭.પપ કરોડના ખર્ચે તેમજ બસ સ્ટેન્ડ પાસે એક રેલવે અંડરપાસ ૧૮.૮પ કરોડના ખર્ચે બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંજારમાં પપ.પ૬ કરોડના ખર્ચે, વલ્લભ વિદ્યાનગરમાં ૪ર.૪૧ કરોડ, હળવદમાં ૪૬.પ૦ કરોડ, ખંભાળિયામાં ૩૭.૦૩ કરોડ, સાવરકુંડલામાં ૬૬.પ૭ કરોડ, ધ્રાંગધ્રામાં રપ કરોડ, આંકલાવમાં ૩૩.ર૭ કરોડ, મોરબીમાં ૬૩.૮પ કરોડ અને ધોરાજીમાં ૩પ.૬૯ કરોડના કામની મંજૂરી આપવામાં આવી છે.

સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં ફોરલેન રેલવે ઓવરબ્રિજ તેમજ અન્ય ૮ નગરપાલિકા વિસ્તારોમાં ટુ લેન રેલવે ઓવરબ્રિજનું નિર્માણ હાથ ધરાશે. 
સમગ્ર રાજ્યમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ૪ર જેટલા રેલવે ઓવરબ્રિજ-અંડરપાસના કામોને ૧૩૭૬.૪૭ કરોડના ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ર૧ કામો રેલવે સાથે પ૦ ટકા કે ૭પ ટકા શેરીંગ અંતર્ગત મંજૂર કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં  ૪૭૩.૬૧ કરોડના ૧૯ જેટલા આવા કામો પ્રગતિમાં છે. તેમજ પર૬.૩૩ કરોડના ૧ર કામોના ડી.પી.આર. બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. 

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- નવગુજરાત સમય.

Show More

Related Articles

Back to top button
Close