
મહારાષ્ટ્ર સરકાર 701 કિલોમીટરના લંબાઈ ધરાવતા મુંબઈ-નાગપુર સમૃદ્ધિ કોરીડોર પર આવેલા વર્ધામાં મહાત્મા ગાંધીના નામે, 315 મીટર લંબાઈવાળા અને ચરખાની ડીઝાઈન ધરાવતા ચરખા બ્રીજનું નિર્માંણ કરશે અને રાષ્ટ્રપિતા બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
મહારાષ્ટ્રના વર્ધામાં આવેલા સેવાગ્રામ આશ્રમમાં બાપુએ 12 વર્ષ સુધી દેશનું નેતૃત્વ કર્યું હતું. બાપુએ ચરખા સાથે સ્વદેશી આંદોલન શરૂ કર્યું હતુ અને વિદેશી સામાન ખરીદવાને બદલે સાથી દેશવાસીઓને જાતે જ પોતાના કપડાં તૈયાર કરવા પ્રોત્સાહન આપ્યું હતુ.
આ પુલને ત્રણ પૈડા હશે. બે મોટા આરાવાળો 40 મીટર ઘેરાવો ધરાવતા અને એક પૈડુ 16 મીટર ઘેરાવો ધરાવતું બનાવવામાં આવશે. સિક્સ લેન ધરાવતા માર્ગ પર વર્ધા નદી પર પુલ બનશે અને પુલ પર બે સર્વિસ લેન પણ હશે.

ચરખો એ દેશની આત્મનિર્ભરતાનું પ્રતિક
પુલની ડીઝાઈન કરનાર ડિઝાઈન ફેક્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર દીપ ડેના જણાવ્યાનુસાર, આ પુલની ડીઝાઈન ભારત દેશને આત્મનિર્ભરતા તરીકે પ્રોત્સાહન આપે છે તેથી, આ થીમની પસંદગી કરવામાં આવી છે. ચરખો એ આત્મનિર્ભર અને મેક-ઈન-ઈન્ડિયા અભિગમનું પ્રતિનિધિત્વ કરે છે તથા વર્ધા પણ એક પ્રતિકાત્મક ઓળખ છે.
ડીઝાઈન કર્તા કંપનીના અધિકારીઓના મતે પુલની ડિઝાઈન તૈયાર કરી દેવામાં આવી છે અને 1 મે, 2020 સુધીમાં 701 કિલોમીટરના કોરીડોરનું નિર્માંણ કરવાની શરુ કરવામાં આવશે તેવી શક્યતા રહેલી છે. કુલ 55000 કરોડના ખર્ચે નિર્માંણ પામનાર મહારાષ્ટ્ર સરકારના આ મહાત્વાકાંક્ષી કોરીડોર કુલ 10 જિલ્લા, 26 તાલુકા અને 392 ગામોને જોડશે.

મુંબઈ-નાગપુર કોરિડોર પર કુલ 33 બ્રીજ નિર્માંણ પામશે
કોરિડોર સાથે તૈયાર થનારા 33 મુખ્ય પુલોમાં વર્ધા, બુલઢાણા, નાસિક, થાણે તથા નાગપુરના પાંચ પુલોમાં પ્રસિદ્ધ ડિઝાઈન હશે. વર્ધા ઉપરાંત અન્ય ચાર પુલોની ડિઝાઈન અંગે વિચારણા કરવામાં આવી રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments