મુંબઈ-દિલ્હી ફ્રેટ કોરિડોર માટે રાજ્યના 660 ગામોના ખેડૂતોને 8 હજાર કરોડથી વધુના વળતરની ચૂકવણી
Compensation payment of more than 8 thousand crores to farmers of 660 villages of the state for Mumbai-Delhi freight corridor
કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી મુંબઇને જોડતા ફ્રેટ કોરિડોરનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કાર્યરત કર્યો છે. કેડિકેટેડ વેસ્ટર્ન ફ્રેટ કોરિડોર અમદાવાદથી મુંબઇ અને ઇસ્ટર્ન ફ્રેટ કોરિડોર પંજાબના લુધિયાણાથી દાનપુર સુધીનો બનશે. આ વાત થઇ રેલવેની. આ સાથે વડોદરાથી મુંબઇ સહિત 4 એક્સપ્રેસ-વે બની રહ્યાં છે. રેલવેના ફ્રેટ કોરડોર અને એક્સપ્રેસ-વે માટે 7226.88 હેક્ટર જમીન સંપાદન કરતા કુલ રૂ. 8229.91 કરોડનું વળતર ગુજરાતના 660 ગામના ખેડૂતોને આપવામાં આવ્યું છે.
આ બન્નેે પ્રોજેક્ટથી નાગરિકોનો સમય બચશે, સુવિધા વધશે અને આર્થિક ફાયદો થશે તેવો દાવો સત્તાવાર સુત્રોનો છે. આ સાથે ગુજરાતના ખેડૂતોને રૂ.8229.91 કરોડનું વળતર મળતા ગુજરાતના ખેડૂતો સંપન્ન થયા છે. એક્સપ્રેસ-વેના નિર્માણ સાથે વેેપારી-ઉદ્યોગકારોને માલ 20 કલાકે મુંબઇ પહોંચતો હતો તે 10 કલાકે પહોંચશે.
માલગાડીમાં 5200 ટનના બદલે 13 હજાર ટન માલ-સામાન લઇ જવાશે
અત્યારે માલગાડીમાં 52 ટન માલ-સામાન લઇ જવાય છે. હવે નવા ટ્રેક પર દોડનાર નવી ટ્રેનો 13 હજાર ટન માલ-સામાન લઇ જઇ શકશે. એટલેકે એક વેગન પર 25 ટન એક્ષલ લોડ હશે. હાલ 22.5 ટન એક્ષલ લોડ છે. જેમાં એક વેગનમાં 10 ટનથી વધુ માલ-સામાન જાય છે. જેની સામે હવે એક વેગનમાં 25 ટન માલ જશે. એક માલગાડીમાં આવા 100 વેગન હશે.
- પેસેન્જર અને માલગાડી સાથે ચાલે છે તો માલગાડીને વધુ આર્થિક નુકશાન થાય છે.
- ટ્રાન્સ્પોર્ટેશનના સેકટરમાં રેલમાં માલ-સામાનની અવર-જવર વધે. રોડ પર ટ્રાફિક ઓછો થાય
- DFCCIL દ્વારા માલગાડીનો અલાયદો ટ્રેક બનાવ્યો. જેથી પેસેન્જર રેલને વેગ મળે. સાથો સાથ નવી પેસેન્જર રેલ શરૂ થઇ શકે.
- નવી સંખ્યાબંધ રેલની માલગાડીઓ દોડશે. વધુ માલ-સામાન લઇ જવાશે.
- રસ્તા પર દોડતી ટ્રકોની સંખ્યામાં મોટો ઘટાડો થશે.
- ટ્રાન્સ્પોર્ટેશન માલિકોએ DFCCILને માલ-સામાનના ટ્રાન્સ્પોર્ટ માટે નિયત કરેલી ફી ચૂકવવી પડશે.
નવા વેગનથી રસ્તા પર ટ્રકો ઘટશે, ડિઝલનો બચાવ થશે
નવા વેગનમાં આખી ટ્રક આવી જતી હોવાથી એક સ્થળેથી બીજા સ્થળે ટ્રક વેગન મારફત ફરશે. આનાથી ટ્રકમાં ડિઝલનો ઉપયોગ ઘટશે. ચાલકને પણ જોખમ નહીં રહે. ટાયરો સહિત ટ્રકને લાંબા સમય સુધી ઘસારો નહીં થાય. ટોલના નાણાંનો બચાવ થશે. સમયની બચત થશે. અન્ય ખર્ચ ઘટશે. ટ્રાન્સ્પોર્ટેશનના માલિકોની ચિંતા પણ ઘટશે.
ગોલ્ડન કોરિડોરમાં 16 ટકાના બદલે 55 ટકા ટ્રેનો દોડશે. ગોલ્ડન કોરિડોરમાં હાલ 16 ટકા માલગાડીઓ દોડે છે. જેમાં 55 ટકા માલગાડીઓ દોડશે. તેના માટે કોરિડોર બનાવ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
9 Comments