GovernmentHousingNEWS

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે, ભાવનગરમાં 1088 EWS મકાનોનું લોકાર્પણ

President Ramnath Kovind inaugurated EWS Housing to beneficiaries under PM Housing scheme-2022.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે, ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 1088 EWS મકાનોનું લોકાર્પણ કરાયું હતું. રાષ્ટ્રપતિશ્રીએ પ્રતિકરૂપે પાંચ લાભાર્થીઓને આવાસની ચાવી અર્પણ કરી હતી.

આવાસોમાં પી.એન.જી. ગેસ પાઈપ લાઈન કનેકશન સહિતની અત્યાધુનિક સુવિધાઓ વિષે જાણી રાષ્ટ્રપતિશ્રીએ પ્રશંસા કરી હતી.

2022 સુધીમાં સૌને આવાસના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને ગુજરાતમાં સાકાર કરવાનો રોડ મેપ દર્શાવતું શહેરી આવાસ વિભાગનું પ્રેઝન્ટેશન રાષ્ટ્રપતિશ્રી સમક્ષ પ્રસ્તુત કરાયું હતું. આ પ્રસંગે, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્તિથ રહ્યા હતા.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close