સુરતમાં રાજ્યના પહેલા મલ્ટિલેયર બ્રિજનું રવિવારે પાટિલ ઉદ્ઘાટન કરશે
Patil will inaugurate the state's first multilayer bridge in Surat on Sunday
શહેરના અતિ વ્યસ્ત રિંગ રોડ ફલાય બ્રિજનું રિપેરિંગ અને સહારા દરવાજા પર સાકાર થઇ રહેલા મલ્ટિલેયર ઓવરબ્રિજનું કામ પૂર્ણતાની આરે છે. આગામી 19 જૂનને રવિવારે સાંજે 5.00 કલાકે આ બંને ફ્લાયઓવરને કેબિનેટ મંત્રી દર્શના જરદોશ, શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાશે.
બંને ફ્લાયઓવર શરૂ થતાં અંદાજે 15 લાખ લોકોને રાહત મળશે. 25 વર્ષ પહેલા રિંગ રોડ બ્રિજ બન્યા બાદ વાહનોની સંખ્યા તથા કાપડ માર્કેટો વધતાં ટ્રાફિક સમસ્યા વધી હતી જેને લઈ મલ્ટિલેયર બ્રિજનું આયોજન કરાયું હતું. હવે નવો મલ્ટિલેયર ફ્લાયઓવર બનવાને કારણે રિંગ રોડથી કડોદરા તરફ આવવા-જવા માટે ન્યૂ બોમ્બે માર્કેટ વિસ્તાર સહિતના ગીચ ટ્રાફિકમાંથી મુક્તિ મળશે.
નવો મલ્ટિલેયર ફ્લાયઓવર આંકડામાં
133 કરોડ રૂપિયા પ્રોજેક્ટ કોસ્ટ
2.5 કિલોમીટર બ્રિજની લંબાઈ
ખાતમુહૂર્ત : 25 ઓક્ટો. 2017, લોકાર્પણ : 19 જૂન 2022
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
6 Comments