ConstructionDevelopersHousingInfrastructureNEWSUrban Development

રાજ્ય સરકારને રજૂઆત: ક્રેડાઈ અને ગાહેડે કહ્યું- દસ્તાવેજોની નોંધણી સાથે 7/12માં નામ બદલાય તો ભ્રષ્ટાચાર ઓછો થશે

Submission to State Government: Credai and Gihed said - Corruption will be reduced if the name is changed in 7/12 with the registration of documents

સામાન્ય રીતે જ્યારે કોઇપણ વ્યક્તિ દસ્તાવેજ કરાવે છે તે બાદ તે દસ્તાવેજની નકલ સાથે જિલ્લા કલેક્ટરમાં મામલતદાર સમક્ષ 7/12માં પોતાનું નામ દાખલ કરવા અરજી કરે છે, ત્યાંથી જમીન વેચનારને 135ડી હેઠળ નોટિસ અપાયાના 30 દિવસ બાદ નામ બદલવાની પ્રક્રિયા કરાય છે. જોકે હવે ઝડપી કોમ્પ્યુટરાઇઝ દસ્તાવેજ અને નોંધણીને કારણે આ પ્રક્રિયા તે જ દિવસે થાય છે.

જમીન ખરીદ્યા બાદ 30 દિવસ સુધી તેમને માલિકી હક ફેરફારમાં કાચી એન્ટ્રી પડ્યા બાદ પાકી એન્ટ્રી માટે 30 થી 90 દિવસ સુધી રાહ જોવી પડે છે. આ પ્રક્રિયામાં ક્યારેક જો નાણાકીય ગેરરીતિ થતી હોય તો તેેને અટકાવવા માટે જેમ રાજ્ય સરકારે અગાઉ પરિપત્ર કર્યો હતો કે, દસ્તાવેજ થયા બાદ તેની એન્ટ્રી સીધી જિલ્લા કલેક્ટર સાથે સંકલન કરીને ખરીદારનું નામ સીધું માલિકી હકમાં આવી જાય તે વ્યવસ્થા અમલી બનાવવામાં આવી જોઇએ.

આ બાબતે ક્રેડાઇ અને ગાહેડે રાજ્ય સરકારને રજૂઆત કરી છે કે, દસ્તાવેજ નોંધણી બાદની પ્રક્રિયા વધુ સરળ બનાવો. જેથી તેઓ પ્રોજેક્ટ જલ્દી શરૂ કરી શકે.બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલાને લોનની વ્યાજ ખાદ વધારે ન જાય.

ગ્રાહકોને પણ આર્થિક ફાયદો થઈ શકે છે
જો 135 ડીની નોટિસને બદલે દસ્તાવેજ રજિસ્ટ્રેશન સમયે વેચાણકર્તાના વીડિયો રેકોર્ડ થયેલા નિવેદનને ધ્યાને લઇ માલિકી હક ટ્રાન્સફર કરાય તો પ્રોજેક્ટ ખૂબ ઝડપી બની શકે છે. તેનાથી થતાં આર્થિક ફાયદા ગ્રાહકો સુધી પહોંચી શકે છે. – તેજશ જોષી, ક્રેડાઇ,અમદાવાદ ગાહેડ પ્રમુખ

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close