સાઉદી અરેબિયા બનાવશે દુનિયાની સૌથી ઉંચી ઇમારત, નિઓમ પ્રોજેકટ હેઠળ ખર્ચશે 500 બિલિયન ડોલર
Saudi Arabia to build world's tallest building, spend 500 500 billion under Neom project
સાઉદી અરેબિયા દુનિયાની સૌથી મોટી ઇમારત બનાવવાની યોજના પર કામ કરી રહયું છે. 500 બિલિયન ડોલરના આ પ્રોજેકટમાં સઉદી અરબ મહત્વકાંક્ષી કામ કરવા ઇચ્છે છે. આનું નામ નિઓમ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ નિઓમ પ્રોજેકટમાં સાઉદી અરબ પ્રિન્સ મોહંમદ બિમ સલમાન ખૂબ રસ લઇ રહયા છે.
સઉદી 500 મીટર લાંબી ટવીન્સ ગગનચુંબી ઇમારતનું નિર્માણ કરવા મથી રહી છે જે નાખો તો નજર પણ ના પહોંચે એવા વિસ્તારમાં ફેલાયેલી હશે. રિપોર્ટસ અનુસાર ગગનચૂંબી ઇમારતમાં આવાસીય મકાનો સાથે રિટેલ અને ઓફિસ સ્પેસ પણ પુરતા પ્રમાણમાં હશે.આ દોઢ કિમી લાંબા પ્રોટોટાઇપ પર કામ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
જો આના પર કામગીરી આગળ વધશે તો ખરા અર્થમાં તે દુનિયાની સૌથી મોટી ઇમારત બનશે. 2017માં જે નિઓમ પ્રોજેકટની જાહેરાત કરવામાં આવી છે તે સાઉદી અરબને અંતરિયાળ વિસ્તારને હાઇટેક સેમી ઓટોનોમસ રાજયમાં પરીવર્તિત કરવાની પ્રિન્સ મોહમ્મદની યોજના છે. જે ટોપ કલાસ શહેરી જીવનની કલ્પના કરે છે.
આ વિદેશી રોકાણને આકર્ષિત કરવા માટે સઉદી અરબ અર્થ વ્યવસ્થાને તેલના વેચાણ પર નિર્ભર નહી રહેવાની યોજના છે. આ અર્થ વ્યવસ્થા માટે જુદો જ વિકલ્પ અજમાવવાની પ્રક્રિયાનો જ એક ભાગ છે. નીઓમના સીઇઓએ એક સાક્ષાત્કારમાં સ્પષ્ટતા કરી કે નિઓમ પ્રોજેકટએ આઉટ બોકસ વિચાર છે. જયારે તે તૈયાર થશે ત્યારે એક ક્રાંતિકારી કદમ ગણાશે એટલું જ નહી તેલની વધતી જતી કિંમતોના લીધે થઇ રહેલા આર્થિક નુકસાન સામે નિઓમ પાસે ખૂબ આશા અપેક્ષા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.
6 Comments