ArchitectsCivil EngineeringCivil EngineersCommercialConstructionDevelopersHousingInfrastructureNEWSPROJECTSResidentialUrban Development

જમીન સંપાદનમાં તેજી, 1237 એકરના બમણા 28 સોદા થયા

Land acquisition boomed, 28 deals doubled to 1237 acres

કોવિડ-19ની ત્રણ લહેર બાદ સમગ્ર દેશમાં ડેવલપર્સ અને અન્ય કંપનીઓ દ્વારા મોટા પાયે જમીનોનું સંપાદન થઇ રહ્યું છે. વર્ષ 2022માં જમીનના સોદાનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વર્ષ 2022માં અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 1237 એકર જમીનના સંપાદન માટે 28 ડીલ્સ થઈ છે.

કુલ જમીન સંપાદનના સોદામાંથી 18 સોદાઓ વિવિધ શહેરોમાં વિવિધ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ માટે થયા છે. એનારોકના રિપોર્ટ અનુસાર, 115 એકર જમીન માટેના ત્રણ સોદા ડેટા સેન્ટર માટે, 63 એકર જમીનના 2 સોદા લોજીસ્ટીક્સ અને વેરહાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે થયા છે. 108 એકરની ચાર ડીલ્સ અલગ અલગ પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવી છે. હૈદરાબાદમાં સૌથી વધુ 715 એકરની જમીન માટે પાંચ સોદા થયા છે.

અમદાવાદમાં 6 એકર જમીન સંપાદનના બે સોદા
ટાયર 2-3 શહેરોમાં અમદાવાદમાં સૌથી વધુ 6 એકર માટેના બે સોદા, નાગપુરમાં 58 એકર માટે 1 સોદો, સોનિપતમાં 50 એકર જમીનના સંપાદનનો સોદો સામેલ છે. રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ માટે ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓબેરોય રિયલ્ટી, મહિન્દ્રા લાઇફસ્પેસિસ, ગૌર્સ ગ્રૂપ, બિરલા એસ્ટેટ, સામેલ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close