ConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ભારતમાલા પરિયોજનાનું પ્રત્યક્ષ નિરીક્ષણ
Chief Minister Bhupendra Patel directly inspected the Bharatmala project
ભારત સરકારની ભારતમાલા પરિયોજના અંતર્ગત રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપૂર સુધીના 125 કિ.મી ના માર્ગને 6-લેન કરવાની કામગીરી થઈ રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠાના થરાદ જઈને આ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી.
ભારતમાલા પરિયોજના હેઠળ અમૃતસર-જામનગર વચ્ચે આશરે 1256 કિ.મી નો ઇકોનોમીક કોરિડોર નિર્માણ થવાનો છે. જેના એક મહત્વપૂર્ણ ભાગરૂપે આ સાંચોર-સાંતલપુર એક્સપ્રેસ હાઈવે ₹ 2030.44 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે.
આ પ્રોજેક્ટ હેઠળ દેશના ઉત્તરીય પ્રદેશો અને પૂર્વીય પ્રદેશો વચ્ચે કનેક્ટીવીટી વધારવામાં આવશે. આ ઉપરાંત, ઉત્તરીય પ્રદેશોને ગુજરાતના જામનગર, કંડલા અને મૂંદ્રા જેવા પોર્ટ્સ પરથી વિવિધ ઉત્પાદનોની આયાત-નિકાસની વૈશ્વિક સુવિધા પણ મળશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
13 Comments