Architect-DesignArchitectsArchitecture/InteriorCivil EngineeringCivil EngineersCivil TechnologyInfrastructureNEWS
અમદાવાદમાં GICEA દ્વારા નવી દિલ્હીના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંગે યોજાયો સેમિનાર
Seminar on Central Vista Project in New Delhi organized by GICEA in Ahmedabad
ધ ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિવીલ એન્જીનીયર્સ અને આર્કીટેક્ટસ્ (GICEA) સંસ્થા દ્વારા લોકશાહીના મંદિર સમા નવા સંસદ ભવન સહિત સેન્ટ્રલ વિસ્ટાના આર્કીટેક્ટ અને દેશના નામાંકિત અર્બન પ્લાનર એવા પદ્મશ્રી ડૉ. બિમલ પટેલનું ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટ્રલ વિસ્ટા વિષય પર એક સેમિનારનું આયોજન કર્યું હતું.
જેમાં બિમલ પટેલે નવી દિલ્હી ખાતે નિર્માણ પામી રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંગે સંપૂર્ણ વિશ્લેષ્ણાત્મક વાત રજૂ કરી હતી.
અમદાવાદના ગજ્જર હોલમાં આયોજિત બિમલ પટેલના સેમિનારને સાંભળવા માટે મોટીસંખ્યામાં આર્કીટેક્ટ અને સિવીલ એન્જીનીયર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે (GICEA) સંસ્થાના પ્રેસિડેન્ટ અને અર્બન પ્લાનર ડૉ. વત્સલ પટેલે, ડૉ. બિમલ પટેલનું સ્વાગત કર્યું હતું. સાથે સાથે સંસ્થાના અન્ય હોદ્દેદારોઓએ ડૉ.બિમલ પટેલનું સ્વાગત કર્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments