બિલ્ડિંગ મટેરીયલના ભાવ વધારાના પગલે, 2 એપ્રિલથી પ્રોપર્ટીની કિંમતમાં થશે ચો.ફૂટે 400-500 રુપિયા વધારો- ક્રેડાઈ ગુજરાત
Following the increase in prices of building materials, the price of property will increase by Rs 400-500 per sq ft from April 2 - Credai Gujarat
ક્રેડાઈ ગુજરાતના ચેરમેન અજય પટેલે, પાલનપુર ખાતે મળેલી ક્રેડાઈ ગુજરાતની બોર્ડ મિટીંગમાં જણાવ્યું હતું કે, બિલ્ડિંગ મટેરીયલમાં થયેલા ધરખમ ભાવ વધારાને કારણે, આગામી 2 એપ્રિલના રોજથી ગુજરાતભરના તમામ ડેવપલપર્સ પ્રોપર્ટીની કિંમતમાં પ્રતિ ચોરસ ફૂટે 400 થી 500 રુપિયાનો વધારો કરશે.
નોંધનીય છે કે, ક્રેડાઈ ગુજરાત દ્વારા 22 માર્ચના રોજ પાલનપુરમાં અજય પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં, ૪૦ સીટી ચેપ્ટરના અગ્રણીય બાંધકામ વ્યવસાયકારો સહિત અસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બાંધકામ વ્યવસાયમાં ઉપયોગી રૉ મટીરીયલ્સ જેવા કે સિમેન્ટ, સ્ટીલ, યુપીવીસી પ્રોડક્ટ્સ, ગ્લાસ વગેરે તમામ પ્રકારના રૉ મટીરીયલ્સમાં અતિશય ભાવ વધારો થયેલ છે, જેના પરિણામે કોમર્શિયલ, રેસિડેન્શિયલ એટલે કે દરેક પ્રકારના બાંધકામની કિંમતમાં થયેલા વધારાના કારણે વ્યવસાયકારોને ના છૂટકે ભાવ વધારવાની ફરજ પડી છે.
બેઠકમાં તમામ ચર્ચા બાદ, વધારાની કિંમતને પહોંચી વળવા 2 એપ્રિલથી દરેક પ્રકારના બાંધકામમાં પ્રતિ ચોરસ ફૂટે ૪૦૦ થી ૫૦૦ રુપિયાનો ભાવ વધારો લાગુ કરવા સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments