GovernmentInfrastructureNEWS
પૂર્વ અમદાવાદમાં 644 મીટર લાંબા અજિત મિલ ફ્લાયઓવરનું, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ.
Bhupendra Patel inagruates 644 meter long Ajit Mill Flyover bridge in Ahmedabad.
132 ફૂટના રીંગરોડ પર અજિત મિલ જંક્શન પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફ્લાયઓવર બ્રીજનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કર્યું હતું. 40 કરોડના ખર્ચે નિર્માંણ પામેલા આ બ્રીજની લંબાઈ 644 મીટર છે અને પહોળાઈ 16.50 મીટર છે. આ ઉપરાંત સર્વિસ રોડની પહોળાઈ 11 મીટર છે. તેમજ બંને બાજુ દોઢ મીટરની ફૂટપાથ છે.
અમદાવાદ શહેરનો આ 75મો ફ્લાયઓવર બ્રીજ છે. આ જંક્શન પરથી રોજના અંદાજે 2 લાખ વાહનો પ્રસાર થતા હોય છે. આ બ્રીજથી મોમ્કોથી હાટકેશ્વર તેમજ નાગરવેલ તરફથી મેમ્કો જતાં વાહનચાલકોને રાહત થશે અને જંક્શન પાસે ટ્રાફિકનું ભારણ પણ ઘટશે.
આ બ્રીજના લોકાર્પણ સહિત મુખ્યમંત્રી કુલ 711 કરોડ રુપિયાના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments