અમદાવાદનો એસજી હાઈવે બનશે, રાજ્યનો પ્રથમ સિગ્નલ ફ્રી હાઈવે, પણ ફૂટઓવર બ્રિજની જરુર

અમદાવાદના વિકાસનો કોરિડોર અને ટ્રાફિકથી ધમધમતો એસ.જી હાઈવે એટલે કે, ગાંધીનગરથી સરખેજ હાઈવેને રાજ્યનો પ્રથમ સિગ્નલ ફ્રી હાઈવે બનાવવાની તૈયારીઓ ગુજરાત સરકાર કરી રહી છે તેવી માહિતી ગુજરાત પ્રદેશના ફેસબુક પેજ પર એક ન્યૂઝ પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી છે. ગુજરાત સરકારે પહેલાંથી મોડેલ રોડ તરીકે જાહેર કરેલો એસ.જી. હાઈવેને સિગ્નલ ફ્રી બનાવે તે સારી વાત છે. પરંતુ, હાલ તો, વૈષ્ણોદેવી સર્કલથી ગોતા ફ્લોયઓવર બ્રિજ સુધીની બંને સાઈડ પર લોકોને હાઈવે ક્રોસ કરવો ખૂબ જ મુશ્કેલ પડે છે, તે અંગે રાજ્ય સરકારે ચોક્કસ વિચારવું જરુરી છે.

ગોતાથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે ત્રણ જેટલા ફૂટઓવર બ્રિજનો બનાવવા આવે તો, રાહદારીઓ, હાઈવે આસપાસ આવેલી નાની મોટી ઓફિસોમાં કામ કરતાં કર્મચારીઓ અને મંજૂરોને રાહત થશે. નોંધનીય છે કે, રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે છારોડી ખાતે એક અંડરપાસ બનાવવાનું જાહેર કરેલું છે પરંતુ, હજુ સુધી કામ શરુ થયું નથી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.