InfrastructureNEWS
દેશમાં ઈલેક્ટ્રીક હાઈવે નિર્માંણ પામી શકે છે- નિતીન ગડકરી
Electric highway is likely to construct in India.

કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છેકે, દિલ્હીથી જયપુર ઈલેક્ટ્રીક હાઈવે માટે વિદેશની કંપની સાથે વાત ચાલી રહી છે. તાજેતરમાં નિતીન ગડકરીએ રાજસ્થાનના ઢોસામાં રોડ નિરીક્ષણ દરમિયાન જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રીક રેલ્વે એન્જીન, બસ અને ટ્રકને આપણે ઈલેક્ટ્રીક દ્વારા ચલાવી શકીએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીથી જયપુર સુધી ઈલેક્ટ્રીક હાઈવે નિર્માંણ કરવાનું મારુ સ્વપ્ન છે. ભારત સરકાર હાલ ઈલેક્ટ્રીક હાઈવે નિર્માંણ કરવા માટે વિદેશી કંપની સાથે વાત કરી હતી. નિતીન ગડકરી ઈલેક્ટ્રીક હાઈવે નિર્માંણ કરીને, ડીઝલ અને પેટ્રોલની વધતી કિંમતોમાંથી છુટકારો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
20 Comments