PM ગુજરાતની મુલાકાતે: વડાપ્રધાન મોદી અમદાવાદથી હેલિકોપ્ટરમાં બેસી કેવડિયા જવા રવાના, કમાન્ડર કૉન્ફરન્સમાં ભાગ લેશે
PM મોદી કેવડિયામાં યોજાઈ રહેલી કમ્બાઇન્ડ કમાન્ડર કૉન્ફરન્સમાં ભાગ લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. પીએમ એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે, અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટરથી તેઓ નર્મદાના કેવડિયા ખાતે પહોંચ્યા છે અને કેવડિયામાં યોજાઈ રહેલી કમ્બાઇન્ડ કમાન્ડર કૉન્ફરન્સમાં ભાગ લેશે.
આજે સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે કમાન્ડર કૉન્ફરન્સ યોજાઈ રહી છે. ગઈકાલે રક્ષામંત્રી રાજનાથ સિંહ આ કૉન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આજે વડાપ્રધાન આ કૉન્ફરન્સના સમાપન સમારોહમાં આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે આ પ્રથમ અવસર હતો કે દેશના આર્મી, નેવી, એરફોર્સના વડા સાથે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
હેલિકોપ્ટરના ફેરા મારી અધિકારીઓને કેવડિયા પહોંચાડવામાં આવ્યા
ગઈકાલથી કેવડિયા ડેલિગેશનને વડોદરાથી હેલિકોપ્ટર માર્ગે કેવડિયા લાવવામાં આવી રહ્યા હતા. આર્મી-ડિફેન્સના અધિકારીઓને દિલ્હીથી સ્પેશિયલ એર ઇન્ડિયા પ્લેનમાં વડોદરા લવાયા હતા, જ્યાંથી સીધા હેલિકોપ્ટર માર્ગે કેવડિયા પહોંચાડી કારમાં ટેન્ટ સિટીમાં લઇ જવાયા હતા. હેલિકોપ્ટરના ફેરા મારી અધિકારીઓને કેવડિયા પહોંચાડવામાં આવ્યા હતા. ડિફેન્સની આ કોન્ફરન્સને લઈને હેલિકોપ્ટરોની અવારજવર સાથે, રક્ષામંત્રી, પીએમ અને દેશની સુરક્ષાને સંભાળતા ત્રણેય વડાઓ હાજર હોય છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેકટર દ્વારા ગરુડેશ્વર તાલુકો કેવડિયા વિસ્તારનો ડ્રોન ઝોન નક્કી કરી રિમોટ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
કાલે ઓલ ઈન્ડિયા કમાન્ડર કોન્ફરન્સમાં રક્ષામંત્રી આવ્યા હતા
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ બાદ ત્યાં રાષ્ટ્રીય કક્ષાની ઘણી કોન્ફરન્સનું આયોજન અગાઉ થયું હતું. ત્યારે હાલ ટેન્ટ સિટી-2 ખાતે આર્મી, નેવી, એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સ ચાલી હતી, ચાર માર્ચથી કેવડિયા ટેન્ટ સિટી ખાતે આર્મી, નેવી, એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સનો આરંભ થયો છે. આ કોન્ફરન્સ રક્ષામંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ઉપસ્થિત રહ્યા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
7 Comments