GovernmentNEWS

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા કોલોનીથી, સરદારને શ્રદ્ધાજંલી આપીને, સી પ્લેન પ્રજા માટે મૂકશે ખુલ્લું.

sea plane aerodrome at Kavadiya Koloni, Narmda

દેશના પ્રથમ સી પ્લેન પ્રોજેક્ટની શરુઆત ગુજરાતથી થઈ ચૂકી છે, જે 31 ઓક્ટોબર, લોહ પુરુષ સરદાર સાહેબની જન્મજયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સરદારને શ્રદ્ધાજંલી આપીને, પ્રજા માટે ખુલ્લું મૂકશે. ત્યારે સી પ્લેનના એરોડ્રામ અંગેનો નજરો ખૂબ જ મનોરમ્ય છે. ગુજરાતના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના ટ્વીવટર પરથી આ ફોટો લીધો છે. અને તેઓએ જણાવ્યું છેકે, કેવડિયા કોલોની ખાતે સી પ્લેન માટેનું સી એરોડ્રામ તૈયાર થઈ ચૂક્યું છે.

નોંધનીય છેકે, 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે છે. જે દરમિયાન તેઓ, લોહ પુરુષ અને અખંડિતતાના આર્કીટેક્ટ એવા સરદાર પટેલની જન્મજંયતીના દિવસે, કેવડિયા કોલોની ખાતે ભાવાજંલી અર્પણ કરશે. જેને લઈને ગુજરાતમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સાબરમતી રીવરફ્રન્ટ પરથી સી પ્લેન દ્વારા ઉડાન ભરીને, નર્મદા નદીના કાંઠે આવેલા કેવડીયા કોલોની સુધી સી પ્લેન દ્વારા જશે. અને ત્યાં જઈને, તેઓ વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને શત્ શત્ નમન કરીને, અડગ અને અખંડ એવા સરદારને ભાવાજંલી અર્પણ કરશે. જે માટે કેવડિયા કોલોની પર સી પ્લેનનો એરોડ્રામ નિર્માંણ થઈ ચૂક્યું છે અને તેનું દશ્ય મનને મોહી લે તેવું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close