સ્કાઈસ્કેપર્સ બિલ્ડિંગોની ડીઝાઈન માટે આર્કીટેક્ટસ્ છે આતુર- કિર્તી પટેલ, પ્રેસિડેન્ટ, GICEA
અમદાવાદમાં સિત્તેર માળનાં બિલ્ડિંગો નિર્માંણ પામવા જતાં હોય ત્યારે, તે બિલ્ડિંગો કેવા બનશે, તે અંગે કિર્તી પટેલ (Kc) જણાવી રહ્યા છેકે, સિત્તેર માળનાં બિલ્ડિંગો નિર્માંણ પામતાં અમદાવાદ સીટીની સ્કાઈલાઈન બદલાઈ જશે. આવા બિલ્ડિંગોને ખૂબ સુંદર રીતે આપણે ડીઝાઈન કરી શકાય. જેમ કે, તેના શરુઆતમાં ફ્લોર પર પાર્કિંગ આપી શકાય. તો, દર દસમા માળે કોમન સુવિદ્યાઓ આપી શકાય. પાર્કિંગ એવી રીતે આપી શકાય કે, ચોથા કે પાંચમા માળે પાર્કિંગ કરાયેલા વાહનોને સીધા ગ્રાઉન્ડ પર લેન્ડ કરી શકાય. આવી બિલ્ડિંગોના આર્કીટેક્ટ ડીઝાઈનમાં દરેક આર્કીટેક્ટને પોતાની કળા રજૂ કરવાની એક તક મળી છે. આ સાથે જ દરેક આર્કીટેક્ટને કંઈ નવું શીખવાનો પ્રસંગે આવ્યો છે તેમ કહી શકાય. એટલે આવા બિલ્ડિંગોને ડીઝાઈન કરવામાં ગુજરાતના આર્કીટેક્ટ સક્ષમ અને આતુર છે.
સ્કાઈસ્કેપર્સ બિલ્ડિંગોમાં ખાસ કરીને, સર્વિસિસ, વોટર હાર્વેસ્ટિંગ, ગ્રે વોટર, બ્લેક વોટર અને એસટીપી પ્લાન જેવી સુવિદ્યાઓ સારામાં સારી અને ગુણવત્તાવાળી આપવી પડશે. 70માળના મકાનો બનાવવા, રેરા પોર્ટલ, ઓડીપીએસ, એ વિઝનરી છે. પરંતુ, જો સરકાર પ્લાન પાસ, ટીપી અને એનએ કરવવાની પ્રક્રિયા સરળ અને ઝડપી કરે તો ખરેખર, આ પ્રકારના બિલ્ડિંગોમાં આર્શીવાદરુપ સાબિત થાય.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
11 Comments