GovernmentNEWS
ગુજરાત સરકારની ઊર્જાનિર્ભરતા, ચારણકા સોલાર પ્લાન્ટની ક્ષમતા 800 મેગાવૉટ થવાની સંભાવના.

પાટણ જિલ્લાના રણવિસ્તાર એવા ચારણકામાં આવેલા ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના એશિયાના સૌપ્રથમ મોટા સોલાર પાર્કમાં દિન પ્રતિદિન નવી કંપનીઓના પ્લાન્ટ સ્થપાઈ રહ્યા છે. જેને લઈને પાર્કનું સારુ એવું વિસ્તરણ થઈ રહ્યું છે. પાર્કના તમામ યુનિટોમાં પ્રતિદિન આશરે 36 લાખ યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. જે સીધું ગુજરાત સરકારની કંપની જેટકોની લાઈનમાં આપવામાં આવી રહ્યું છે. પાર્ક સ્થપાયા પછી આજે 730 મેગાવોટ સુધી ક્ષમતા વધી છે અને આગામી નજીકના ભવિષ્યમાં 800 મેગાવોટ સુધીની થઈ શકે તેવી શક્યતા રહેલી છે. ચાલુ વર્ષે જીએનએફસી કંપની દ્વારા 10 મેગાવોટનો પ્લાન્ટ એક મહિના પહેલાં લગાવાયો છે. હાલમાં પ્રતિ સ્કેવર મીટર 1200 વોટ રીડિએશન સરેરાશ મળી રહ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય-દિવ્ય ભાસ્કર
14 Comments