વડાપ્રધાન મોદી પંજાબના ફિરોજપુરમાં, 3 મેડિકલ કોલેજ સહિત બહુવિધ યોજનાઓનું કરશે શિલાન્યાસ
PM Modi to visit Punjab's Ferozepur today, launch new medical infrastructure in three towns

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબના ફિરોજપુરની મુલાકાતે છે. જ્યાં તેઓ 42,750 કરોડ રુપિયાથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસ પરિયોજનાઓ જેમ કે, ત્રણ મેડિકલ કોલેજે, એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યાનુસાર, વડાપ્રધાન મોદી બપોરે 1 કલાકે ફિરોજપુરમાં યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેશે.
પ્રાપ્ત માહિતી મુજબ, વડાપ્રધાન મોદી, ફિરોજપુરમાં 490.50 કરોડના ખર્ચે નિર્માંણ પામનાર પોસ્ટ ગેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચનું શિલાન્યાસ કરશે. આ હોસ્પિટલમાં 30 બેટ અત્યાધુનિક હશે. તેમજ અન્ય બે મેડિકલ કોલેજનું પણ શિલાન્યાસ કરશે. જે 325 કરોડના ખર્ચ નિર્માંણ પામશે.
ઉપરાંત, 39,500 કરોડની માતબાર કિંમતનો 669 કિલોમીટર લંબાઈ ધરાવતો દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ, 1700 કરોડના ખર્ચે અમૃતસર-ઉના સેક્શન અને મુકેરીયન તલવાડા ન્યૂ બ્રોડગેજ રેલ્વે લાઈનને ચાર માર્ગીય બનાવાશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments