પ્લાન પાસિંગ, BU પરમિશનની સેવાઓનું ડિજિટલાઇઝેશન કરવા AMCની કવાયત
AMC's exercise to digitalization services of plan passing, BU permission
મ્યુનિ. દ્વારા નાગરિકોની સરળતા અને સુવિધા માટે શહેરીજનોને પૂરી પાડવામાં આવતી સેવાઓનું ડિજીટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. મ્યુનિ. દ્વારા એસ્ટેટ – ટીડીઓ વિભાગની સેવાઓનું ડીજીટલાઈઝેશન કરવા કવાયત હાથ ધરાઈ રહી છે. આગામી દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બાંધકામ માટે મંજૂર કરાતા પ્લાન, B આપવા, વગેરે સેવાઓનું ડિજીટલાઈઝેશન કરાશે. મ્યુનિ. દ્વારા પ્લાન પાસિંગની પ્રોસેસ કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવશે. આ હેતુસર વ્યક્તિ, બિલ્ડર, ડેવલપર, વગેરેએ પ્લાન પાસિંગ અંગેનો ડેટા ઘેર બેઠા ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે અને ઘેર બેઠા પ્લાન પાસિંગ, BU, વગેરે સબંધિત સ્ટેટસ ઓનલાઈન જાણી શકાશે અને પ્લાન પાસિંગ માટે નાગરિકોને મ્યુનિ. કચેરી અને એસ્ટેટ – ટીડીઓના ધક્કા ખાવા પડશે નહી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સ વિભાગ, હેલ્થ, સહિત જુદા જુદા વિભાગોનું ડિજીટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેર ચોતરફ વિકસી અને વિસ્તરી રહ્યું છે. શહેરના તમામ વિસ્તારોમાં રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા છે. બાંધકામના પ્લાન પાસ કરાવવા માટે ઝોનલ ઓફિસ, એસ્ટેટ -ટીડીઓ વિભાગમાં રૂબરૂ જવું પડે છે અને બાંધકામના નકશા, બાંધકામ એરિયા, પ્રાપ્ત FSI, વગેરે તમામ પ્રકારની માહિતીઅને વિગતો તેમજ વિવિધ પ્રકારના આવશ્યક ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે છે અને પ્લાન પાસ કરાવવા સંબંધિત વિવિધ ક્વેરી માટે પણ ધક્કા ખાવા પડે છે. નાગરિકોની સુવિધા અને સરળતા માટે એસ્ટેટ – ટીડીઓ વિભાગમાં પ્લાન પાર્કિંગના ડેટા ઓનલાઈન સબમીટ કરી શકાય તે હેતુસર એસ્ટેટ- ટીડીઓ વિભાગનું પણ નજીકના ડિજીટલાઈશેન કરવામાં આવશે. જેના પરિણામે ડેવલપર્સ કે સામાન્ય નાગરિકને બાંધકામ સંબંધિત તમામ સુવિધા ઘેર બેઠા મળી શકશે. બાંધકામના નકશા ઓનલાઈન અપલોડ થઈ શકશે. ઓનલાઈન પ્લાન પાસિંગનું સ્ટેટસ જાણી શકાશે, પ્લાન પાસિંગ સંબંધિત કોઈ ક્વેરી અંગે પણ સ્પષ્ટતા કરી શકાશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.
10 Comments