BusinessConstructionDevelopersHousingInfrastructureNEWSUrban Development

પાર્કિંગ સ્પેસ ન મળતાં સોસાયટીના ચેરમેન, સેક્રેટરીને પક્ષકાર બનાવવા રેરાનો આદેશ

RERA's order to make the chairman and secretary of the society a party as parking space is not available

જગતપુરના ગણેશ પરિસર સોસાયટીમાં પાર્કિંગની પૂરતી સુવિધા નહીં હોવા અંગે રહીશોએ બિલ્ડર સામે રેરામાં કરેલી ફરિયાદમાં રેરાએ સોસાયટીના ચેરમેન-સેક્રેટરીને પક્ષકાર બનાવવાનો આદેશ કર્યો છે. આગામી સુનાવણીમાં હાજર રહેવા ચેરમેન-સેક્રેટરીને નોટિસ આપવામાં આવી છે.

ગણેશ ગોલ્ડ સોસાયટીના બ્લોક-એના રહીશો દ્વારા પ્રમોટર સિદ્ધિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે પાર્કિંગની અસુવિધા મામલે રેરા સમક્ષ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું કે પ્રમોટર તરફથી પાર્કિંગના પ્રશ્નનું નિરાકરણ કરાયું નથી. ટુવ્હીલર માટે પાર્કિંગ સ્પેસ પૂરતા પ્રમાણમાં નથી અને ડ્રાઇવ એરિયાનો પણ પ્રશ્ન છે.

આ ફરિયાદ મામલે પ્રમોટર દ્વારા 8 ફેબ્રુઆરી 2021ના રોજ સોસાયટીને વહીવટ સોંપ્યો હોવાનો કરાર રેરા સમક્ષ રજૂ કર્યો હતો. રેરાએ નોંધ્યું કે બ્લોક-એના રહીશોના પાર્કિંગના પ્રશ્ન અંગે સર્વિસ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીને જરૂરી અને યોગ્ય પક્ષકાર ગણવાપાત્ર રહે છે અને તેમને સુનાવણીની પૂરતી તક મળે તે જરૂરી છે.

બંને પક્ષકારને સમન્સ મોકલવા રેરાની સૂચના
ફરિયાદીએ પણ આ બાબતે અરજી આપી છે જેથી ગણેશ પરિસર ચેનપુર કો.ઓ.હા. એન્ડ શોપ્સ સર્વિસ સોસાયટી લિ.ના ચેરમેન હસમુખ પટેલ અને સેક્રેટરી પરેશ પટેલને સામાવાળા પક્ષકાર તરીકે જોડવાનો આદેશ કરાયો હતો. આગામી સુનાવણી 9મી જૂને આ બંને પક્ષકારોને પણ હાજર રહેવા સમન્સ મોકલાવા રેરાએ સૂચના આપી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close