GovernmentHousingNEWS

બેઝમેન્ટમાં ડાયાફ્રોમ વોલ નિર્માણ કરો, અને દીવાલ પડવાની ઘટનાઓથી બચો

Build Diapharm wall and save from wall collapsed incidents.

તાજેતરમાં અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીક એક નિર્માણાધીન રેસિડેન્શિયલ પ્રોજેક્ટના બેઝમેન્ટના ખોદાણ દરમિયાન બાજુની રેસિડેન્શિયલ બિલ્ડિંગની દીવાલ ધસી પડી હતી. જેમાં બે કે ત્રણ કાર દબાઈ ગઈ હતી.

વૈષ્ણોદેવી સર્કલ નજીક દીવાલ ધસી પડવાની ઘટના.

જોકે, સદ્દ નસીબે બાજુની બિલ્ડિંગના ટાવરને કંઈ જ અસર થઈ ન હતી. પરંતુ, આવી ઘટનાઓ ન બને તે માટે દરકે ડેવલપર્સે સજાગ રહીને, બેઝમેન્ટના ખોદાણ દરમિયાન તમામ કન્સ્ટ્રક્શનના નિયમોનું પાલન કરવું જરુરી છે અને કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી ઉપયોગ કરીને આવી ઘટનાઓમાંથી પોતે સુરક્ષિત બને લોકોને સુરક્ષિત બનાવે.

ડાયા ફ્રોમ દીવાલ નિર્માણ પામેલી અન્યની સાઈટ છે.

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને હાઉસિંગ વિભાગે પણ હાઈ રાઈઝ બિલ્ડિંગો નિર્માણ અંગે કડક નિયમો બનાવે અને તેનું અમલ પણ કરાવે. કારણ કે, અમદાવાદ સહિત અન્ય મોટાં શહેરોમાં હાઈ રાઈઝ બિલ્ડિંગો નિર્માણ પામી રહ્યા છે.

ડાયા ફ્રોમ દીવાલ નિર્માણ પામેલી અન્યની સાઈટ છે.

અને તેના પાર્કિંગ માટે બે કે ત્રણ બેઝમેન્ટ ખોદવામાં આવે છે. ત્યારે ડાયાફ્રોમ વોલ ફરજિયાત બનાવો. જેથી આવી ઘટનાઓ ટાળી શકાય.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.  

Show More

Related Articles

Back to top button
Close