વાયબ્રન્ટ ગુજરાતમાં રોકાણ આમંત્રણ સામે રીયલ એસ્ટેટ સેક્ટરે મૂકી પડતર માંગણીઓ
Real estate sector listed demand ahead of VGGS
પાટનગર ગાંધીનગરમાં 11થી 13 જાન્યુઆરી-2022માં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022માં ગુજરાત સરકારે રાજ્યના રીયલ એસ્ટેટ સેક્ટરને રોકાણ માટેનું આમંત્રણ આપ્યું છે. તો સામે ક્રેડાઈ ગુજરાત સહિત અન્ય રીયલ એસ્ટેટ એસોસિએશનોએ સરકાર સામે રીયલ એસ્ટેટ સેક્ટરને વેગ આપવા માટે પડતી કેટલીક સમસ્યાઓ રજૂ કરી છે. જેમ કે, સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં 50 ટકાનો ઘટાડો કરવો, પ્લાન પાસ, એનએ અને એર્ફોડેબલ હાઉસિંગને લગતી કેટલીક સમસ્યાઓ સહિત માંગણીઓ રજૂ કરી છે.
ગુજરાત ક્રેડાઈ પ્રેસિડેન્ટ અજય પટેલે જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારી દરમિયાન અને તે બાદ રીયલ એસ્ટેટ સેક્ટર પર માઠી અસરો પડી છે. આ અંગે ક્રેડાઈ ગુજરાત સહિત અન્ય સંસ્થાઓ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ સહિત અન્ય લાગતા વળગતા વિભાગના અધિકારીઓને મળ્યા હતા. તે દરમિયાન અમને વાયબ્રન્ટ ગુજરાત પહેલાં તમામ માંગણીઓનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. પરંતુ, હજુ સુધી તેના પર કોઈ પગલાં લેવાયાં નથી. વધુમાં અજય પટેલે જણાવ્યું હતું કે, ખાસ કરીને, સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં 50 ટકાનો ઘટાડો કરવાની માંગણી પર સરકારે હજુ પણ કોઈ જ વિચાર કર્યો નથી.
નોંધનીય છેકે, રીયલ એસ્ટેટ સેક્ટર એ દેશમાં બીજા ક્રમાંકે રોજગાર આપનાર ઉદ્યોગ છે, સાથે સાથે સરકાર માટે આવકનો સૌથી મોટો સ્ત્રોત છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.
6 Comments