GovernmentInfrastructureNEWS

ગુજરાતની સિદ્ધિ- 48 કિ.મી.ના તારાપુર-વાસદ સિક્સ લેન હાઈવેમાં 18 કિ.મી. ફ્લાયઓવર હાઈવે.

Look, glimpses of Tarapur-Vasad Highway in Gujarat.

તાજેતરમાં બોચાસણ ખાતે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા તારાપુર-વાસદ સુધીના 48 કિ.મી. સિક્સ લેન હાઈવેમાં 18 કિ.મી તો માત્ર ફ્લાયઓવર છે. ત્યારે નિહાળો, ગુજરાતનો અદ્દભૂત હાઈવેની ઝલકને.

18 કિલોમીટરનો ફ્લાયઓવર બ્રીજ

કંસ્ટ્રક્શન કંપની આરકેસીના જણાવ્યાનુસાર, પહેલાં તારાપુરથી વાસદ જવામાં બે કલાક સમય લાગતો, પરંતુ, હવે માત્ર 35 મિનિટ જ લાગશે. આ નવનિર્મિત હાઈવે પર ત્રણ રેલ્વે ઓવર બ્રિજ, 9 નાના પુલો, 88 નાળા તથા કેનાલ ક્રોસિંગ સ્ટ્રક્ચર, સ્થાનિક નાગરિકોની અવરજવર માટે 24 અંડરપાસ અને બોરસદનગરના બાયપાસનું બાંધકામ કરાયું છે.

આ હાઈવે પર કુલ 12 લેનવાળા અત્યાધુનિક ટોલ પ્લાઝા તૈયાર કરાયું છે. જેમાં એમ્બ્યુલન્સ, પેટ્રોલિંગ, વેહિકલ, ક્રેન, ટ્રાફિક તેમજ મેડિકલ એડ પોસ્ટ, સ્વચ્છ શૌચાલય તેમજ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, કરાઈ છે. ગુજરાતના આ રાજ્ય ધોરીમાર્ગમાં 1.30 લાખ ચો.મીટર રી ઈન્ફોર્સ્ડ અર્થ વોલનું બાંધકામ કરાયું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close