GTUની 100 એકર જમીનમાં 225 કરોડના ખર્ચે વૈશ્વિક સ્તરનું ગ્રીન ઝોન કેમ્પસ તૈયાર કરશે
GTU to build green zone camps in 100 acre land.
જીટીયુની 100 એકરની જમીનમાં 225 કરોડના ખર્ચે વૈશ્વિક સ્તરનુ ગ્રીન ઝોન કેમ્પસ ડેવલપ કરવામાં આવશે. આ ઓગસ્ટ મહિનાથી શરૂ થનારી કેમ્પસ ડેવલપમેન્ટની પ્રક્રિયા ઓગષ્ટ 2023 સુધીમાં સંપૂર્ણ કેમ્પસ માળખાકીય સવલતોથી સુસજ્જ કરાશે.
50 ટકા વીજળી સોલારથી ઉત્પન્ન થશે.
જીટીયુના ગાંધીનગર પાસેના લેકાવાડા સ્થિત કેમ્પસને વૈશ્વિક સ્તરની હાઈટેક માળખાકીય સવલતોથી સુસજ્જ કરવાની કામગીરી ઓગસ્ટથી શરૂ થઈ છે. શિક્ષણ વિભાગે ફાળવેલ રાજ્ય સરકારની ગ્રાન્ટની મદદથી જીટીયુનું નવુ કેમ્પસ ડેવલપ કરાશે. મહત્તમ જમીન પર વૃક્ષોની વાવણી કરીને ઓક્સિજન વધારવાનો પ્રયાસ કરવામાં આવશે અને ગ્રીન કેમ્પસ બનાવવામાં આવશે. જેમાં 50 ટકા વપરાશ માટેની વિજળી સોલરથી ઉત્પન્ન થશે. જીટીયુ કેમ્પસમાં એક ટીપું પણ કેમ્પસની બહાર વેડફાશે નહી. આ રીતે સેલ્ફ સસ્ટેન ગ્રીન કેમ્પસ બનાવવામાં આવશે.
નવા કેમ્પસમાં લાઈબ્રેરીથી માંડી કાફેટેરિયા સુધીની સુવિધા
ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ, ફાર્મસી, મેનેજમેન્ટ, આર્કિટેક્ટ સહિતની વિદ્યાશાખાના પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલના કોર્સના અભ્યાસ માટે નૂતન બિલ્ડિંગનું નિર્માણ કરાશે.
જરૂરિયાત મુજબ ભવનનું નિર્માણ
જીટીયુમાં સૌ પ્રથમ વાર હાઈટેક સવલતોથી સજ્જ ઈન્ટિગ્રેટેડ કેમ્પસ ડેવલપ કરવામાં આવનાર છે. જેમાં વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને વહીવટી સ્ટાફને ધ્યાનમાં રાખીને આવશ્યકતા મુજબના નૂતન ભવનોનું નિર્માણ કરાશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર
6 Comments