GovernmentInfrastructureNEWS
આગામી બે વર્ષમાં ભારતીય રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ટરનેશનલ લેવલે હશે-નિતીન ગડકરી, કેન્દ્રીય મંત્રી
કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ, દેશભરમાં ભારતમાલા અંતર્ગત નિર્માંણ પામેલા રોડ નેટવર્ક અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ભારત દેશ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવનારા બે વર્ષ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચશે. આ ઉપરાંત, તેમણે જણાવ્યું હતું કે, સિમેન્ટ કોંક્રિટ રોડ નિર્માંણ કરવામાં 24 કલાકમાં 2.6 કિલોમીટરનો કોંક્રિટ રોડ નિર્માંણ કરીને વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો છે. આ સિવાય પણ રોડ સેક્ટરમાં અન્ય સફળતાઓ ભારત સરકારે હાંસલ કરી છે. નોંધનીય છેકે, કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ, રાજધાની નવી દિલ્હી ખાતે યોજાયેલા ઈન્ડો-ફ્રેન્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના એવોર્ડ કાર્યક્રમમાં આ વાત કરી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય-ભારત સરકાર.
8 Comments