ગુજરાત સરકાર 100 કરોડનું ‘ગ્રીન’ ટુરિઝમ ભવન બનાવશે; TCGL દ્વારા આર્કિટેક્ટ માટે બિડ આમંત્રિત

ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (TCGL) દ્વારા ગાંધીનગરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ ટુરિઝમ ભવનની ડિઝાઇન અને વિકાસ માટે Architect-cum-Consultant ની નિમણૂક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અંદાજે ₹100 કરોડના ખર્ચે બનનાર આ પ્રોજેક્ટ રાજ્યના પ્રવાસન ક્ષેત્ર માટે કેન્દ્રિય વહીવટી હબ તરીકે કાર્ય કરશે.
પ્રસ્તાવિત ટુરિઝમ ભવન ગાંધીનગરના સેક્ટર-10Bમાં, SBI એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ નજીક આવેલા આશરે 7,000 ચો.મી.ના પ્લોટ પર નિર્માણ પામશે. ભવિષ્યમુખી ડિઝાઇન ધરાવતું આ ભવન ગુજરાતને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પ્રવાસન ગંતવ્ય તરીકેની તેની પ્રગતિશીલ છબી રજૂ કરશે. ડિઝાઇન અને બાંધકામ સહિત પ્રોજેક્ટનો કુલ અમલી સમયગાળો અંદાજે બે વર્ષનો રહેશે.
પ્રોજેક્ટની મુખ્ય શરત તરીકે ભવનને ઉચ્ચતમ પર્યાવરણ ધોરણો અનુસાર બનાવવાનું રહેશે અને તેને GRIHA, IGBC અથવા LEED જેવી ટોપ-ટિયર ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન મેળવવાની ફરજિયાત શરત રાખવામાં આવી છે.
આગામી ટુરિઝમ ભવનમાં પ્રવાસન સચિવ, પ્રવાસન કમિશનર, TCGL, GPYVBના મેમ્બર સચિવ, GUJSAILના ડિરેક્ટર અને GUJTOURના CEO સહિત સંયુક્ત નિયામકો, જનરલ મેનેજરો અને મેનેજરો માટે પૂરતી બેઠકો તથા કાર્યસ્થળ સાથેના કાર્યાલયો રહેશે.
આ ઉપરાંત, ભવનમાં ફૂડ કોર્ટ/ફૂડ બજાર/કેફેટેરિયા માટે અલગ માળ, ઇમર્સિવ ટુરિઝમ અનુભવ પ્રવૃત્તિઓ માટે એક કે બે માળ, તેમજ ટોચના માળે અદ્યતન કોન્ફરન્સ અને એક્ઝિબિશન હોલની સુવિધા હશે. સાથે જ, મુલાકાતીઓ માટેની સુવિધાઓ, જાહેર વેઇટિંગ એરિયા, મહેમાન પ્રતિનિધિઓ માટે ગેસ્ટ હાઉસ સુવિધા તથા કામગીરી સંબંધિત અન્ય જરૂરી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે.
ગુજરાત સરકારનું ‘ગ્રીન’ ટુરિઝમ ભવન : મુખ્ય મુદ્દાઓ
- પ્રોજેક્ટ ખર્ચ: ₹100 કરોડ
- પ્રોજેક્ટ: ‘ગ્રીન’ ટુરિઝમ ભવનનું નિર્માણ
- અમલકારી એજન્સી: ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિ. (TCGL)
- સ્થળ: સેક્ટર–10B, ગાંધીનગર (SBI એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ નજીક)
- પ્લોટ વિસ્તાર: આશરે 7,000 ચો.મી.
- ગ્રીન અને સસ્ટેનેબલ ફોકસ:
- GRIHA / IGBC / LEED જેવી ઉચ્ચ સ્તરની ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન મેળવવાનો લક્ષ્ય
- ઊર્જા બચત, પાણી સંરક્ષણ અને પર્યાવરણમિત્ર ડિઝાઇન પર ભાર
- સોલાર એનર્જીનો ઉપયોગ, વરસાદી પાણી સંગ્રહ, પાણીનું રિસાયક્લિંગ
- સ્માર્ટ બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ (BMS)
- પ્રસ્તાવિત સુવિધાઓ:
- પ્રવાસન વિભાગ અને TCGLના કાર્યાલયો



