ત્રણ વર્ષમાં જ પ્રોજેક્ટ પૂર્ણ થાય તે માટે, રાજ્ય સરકાર સહયોગ આપવા તૈયાર, અમદાવાદમાં સ્થાપશે 100 એકર જમીન પર ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઈંન્સ્ટિટ્યૂટ

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ક્રેડાઈ નેશનલની ‘ચેન્જ ઓફ ગાર્ડ સેરેમનીમાં મુખ્યમંત્રીએ ક્રેડાઈના નવા પ્રમુખ શેખર પટેલ સહિત નવનિયુક્ત હોદ્દેદારો અને સમગ્ર ક્રેડાઈ ટીમને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, ક્રેડાઈએ હંમેશા પોલિસી મેકર્સ, ઈન્વેસ્ટર્સ, નાણાંકીય કંપનીઓ, ગ્રાહકો અને રિયલ એસ્ટેટના વ્યવસાયિકો સહિતના તમામ સ્ટેક હોલ્ડર્સને સાથે રાખીને રિયલ એસ્ટેટ ઉદ્યોગને સંગઠિત રાખ્યો છે. ત્યારે આ નવી ટીમ પણ ડેવલપર્સ અને તમામ સ્ટેક હોલ્ડર્સ વિન-વિન સિચ્યુએશન સાથે કામ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરની પ્રગતિને વધુ નવી દિશા આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાન મોદી હંમેશા ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને પ્રાધાન્ય આપી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર નિયમ મુજબ નિયત સમયમાં બાંધકામના પ્લાન મંજૂર કરવા તૈયાર છે. ક્રેડાઈની કલ્પના મુજબ પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર સહયોગ આપવા તત્પર છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, હાઉસિંગ ફોર ઓલ અંતર્ગત વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝન સાથે ‘દરેકને ઘર’ આપવાના લક્ષ્યને ક્રેડાઈ સાથે જોડાયેલા હજારો ડેવલપર્સ વેગ આપી રહ્યા છે. ક્રેડાઈએ રાષ્ટ્રીય સ્તરે 5 વર્ષમાં 25 શહેરોમાં 10 લાખ બાંધકામ કામદારોને કૌશલ્ય વિકાસનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે તે પ્રશંસનીય છે.

નોંધનીય છે કે, શેખર પટેલે, ચેન્જ ઓફ ગાર્ડ ભારતીય સંસ્કૃતિ મુજબ મંત્રોચ્ચારો દ્વારા ગ્રહણ કર્યા હતા. આ સાથે જ , શેખર પટેલે, ક્રેડાઈ નેશનલ પ્રેસિડેન્ટ તરીકેનો હોદ્દો ધારણ કરીને, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પગે લાગીને આર્શીવાદ મેળવ્યા હતા.
ક્રેડાઈના નવનિયુક્ત પ્રમુખ શેખર પટેલે, નવીન જવાબદારી બદલ સૌનો આભાર માનતા કહ્યું હતું કે, વડાપ્રધાનના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા ક્રેડાઈ ઈન્ડિયા આગામી પાંચ વર્ષમાં અંદાજે 10 લાખ બાંધકામ કામદારોને કૌશલ્ય પૂરુ પાડવા તાલીમ સંસ્થાની સ્થાપના કરશે. આ ઉપરાંત, તેમણે જણાવ્યું હતું કે, ક્રેડાઈ ઈન્ડિયા અને ગણેશ કોર્પોરેશન હાઉસિંગ ગ્રુપના સહયોગથી અમદાવાદમાં 100 એકર જમીનમાં ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઈંન્સ્ટિટ્યૂટની સ્પાથના કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું હતુ કે, ક્રેડાઈ ગ્રીન ઈન્ડિયા કાઉન્સિલ, ક્રેડાઈ ડેટા એનાલીસીસ સેન્ટર, ઈઝ એન્ડ કોસ્ટ ઓફ ડુઈંગ બિઝનેસ, અફોર્ડેબલ હાઉસીંગ 2.0 જેવા પ્રોજેક્ટ ક્રેડાઈ નેશનલ દ્વારા આગામી 5 વર્ષમાં પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ઉલ્લેનીય છે કે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ક્રેડાઈ નેસનલની ‘ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની-૨૦૨૫‘ યોજાઈ હતી. જેમાં ક્રેડાઈ નેશનલના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ચેરમેન બોમન ઈરાનીએ શેખર પટેલને ચેન્જ ઓફ ગાર્ડના પ્રતિક સમા બેટન અર્પણ કરીને ક્રેડાઈ નેશનલ પ્રેસિડેન્ટ તરીકે ધૂરા સંભાળવાની જવાબદારી આપી હતી. આ પ્રસંગે, ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી શ્રી બલંવતસિંહ રાજપૂત, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજ્યસભના સાંસદ પરિમલ નથવાણી અને ગુજરાતના ઉદ્યોગપતિ અને ઝાયડસ્ ગ્રુપના ચેરમેન પંકજ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગુજરાત અને દેશભરમાંથી આવેલા હજારોની સંખ્યામાં રિયલ એસ્ટેટ ડેવલપર્સ આ ચેન્જ ઓફ ગાર્ડના સાક્ષી બન્યા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.