GovernmentInfrastructureNEWSPROJECTSVIDEO
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં, પહેલી બુલેટ ટ્રેન સુરત અને બીલીમોરા વચ્ચે નવસારીમાં દોડશે, બંને સ્ટેશન વચ્ચેનું કામ પૂર્ણ

ભારત દેશનો પ્રથમ મોર્ડન એન્જીનિયરીંગ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણકાર્ય પૂરજોસમાં ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પહેલી બુલેટ ટ્રેન સુરત અને બીલીમોરા વચ્ચે નવસારી જિલ્લામાં દોડશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે જવાબદાર નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન બનાવી રહી છે, અને કામ ઝડપથી આગળ વધી રહ્યું છે.
NHSRCL એ સોશિયલ મીડિયા પર 90 સેકન્ડનો એક વિડિયો પ્રકાશિત કર્યો છે, જેમાં સ્ટેશન પર કામની પ્રગતિ દર્શાવવામાં આવી છે. અપડેટ મુજબ, રેલ અને પ્લેટફોર્મ-લેવલ સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે, અને સ્ટ્રક્ચરલ સ્ટીલ ઇરેક્શન પણ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં, છતની ચાદર અને આર્કિટેક્ચરલ મોક-અપનું કામ ચાલી રહ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.