SCC Infra.ની સિદ્ધિ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સૌથી મોટો કોંક્રિટ પોર, 65કલાકમાં 4967Cbm.નો પોર નિર્માણ

ભારત દેશનો પ્રથમ મોર્ડન એન્જીનીયરીંગ માર્વેલ પ્રોજેક્ટ એટલે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ત્યારે જાણીએ, 509 કિલોમીટરની લંબાઈ ધરાવતો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નિર્માણ પામી રહેલા કુલ ત્રણ મોટા રેલ્વે મેઈનટેઈનન્સ ડેપો, પૈકી સૌથી મોટું ડેપો, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં નિર્માણ પામી રહ્યું છે.જેનું નિર્માણકાર્ય ગુજરાતની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની શશિન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ(SCC Infrastructure Pvt. Ltd.) દ્વારા કરવામાં આવી રહ્યું છે.

83 એકર વિશાળ ભૂ-પટલ પર નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન ડેપોમાં ટ્રેન મેઈનટેઈનન્સ, ટ્રેન વોશિંગ એરિયા, વર્કશોપ, શેડ, મુસાફરો માટેની સુવિદ્યાઓ જેમ કે, પીવાનું શુદ્ધ પાણી, ટ્રેન વોશિંગ પાણી, રેસ્ટ એરિયા, રિફ્રેશમેન્ટ એરિયાનો સમાવેશ થાય છે. સાબરમતી બુલેટ ડેપો ખરેખર ભારત દેશ માટે એક મોર્ડન એન્જીનીયરીંગ માર્વેલ છે.
હાલ સાબરમતી બુલેટ ટ્રેન ડેપોનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં એસસીસી ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સૌથી મોટો કોંક્રિટનો પોર નિર્માણ કરવામાં આવ્યો છે. જે માત્ર 65 કલાકમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો. જે કોંક્રિટ પોર નિર્માણ કરવામાં આવ્યો તેના વિસ્તારની વાત કરીએ તો, તે કુલ 9420 ચોરસ મીટર અને કુલ કોંક્રિટ 4967 ક્યૂબિક મીટર હતી અને રાફ્ટ 9600 ચોરસ મીટર આ રીતે, આ સમગ્ર કોંક્રિટ પોરનું કામ એક જ સમયે 65કલાકમાં જ પૂર્ણ કરવામાં આવ્યું, એસસીસી ઈન્ફ્રાસ્ટ્રક્ટચર કંપની માટે સિદ્ધિ સમા છે.

ઉલ્લેખનીય છેકે, આ ટ્રેન ડેપોમાં ટકાઉ અને લાંબા સમયને ધ્યાનમાં રાખીને તમામ સુવિદ્યાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પીવાના શુદ્ધ માટે હાલ બે બોરવેલ બનાવવામાં આવ્યા છે. પરંતુ, વરસાદી પાણી બગડે નહિં અને તેનો પીવાના પાણી સહિત અન્ય ઉપયોગમાં લેવા બુલેટ ટ્રેનના સાબરમતી ડેપોમાં મોટા મોટા ચાર અંડર ગ્રાઉન્ડ ટાંકા બનાવવામાં આવી રહ્યા છે. તે સાથે ચાર મોટા તળાવો પણ નિર્માણ કરવામાં આવ્યા છે. આ સાથે, વરસાદી પાણીનો સંગ્રહ અને ગંદા પાણીની રિસાઈકલિંગ કરીને નિકાલ કરવામાં માટે અલગ અલગ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે.

બુલેટ ટ્રેન માટે દેશભરમાં નિર્માણ પામી રહેલા ત્રણેય ડેપોમાં કર્મચારીઓ માટે તમામ પ્રકારની સુવિદ્યાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમ કે, પીવાનું શુદ્ધ પાણી, ડ્રાઈનિંગ રુમ, કેન્ટીન, ઓડિટોરિયમ અને તાલીમ માટેની સુવિદ્યાનો સમાવેસ થાય છે.
આ ડેપોમાં કુલ 29 બુલેટ ટ્રેક લાઈન નિર્માણ કરવામાં આવી છે. પરંતુ, હાલ તો, 10 ટ્રેક લાઈન નિર્માણ પામી ચૂકી છે, જે પૈકી, 4 લાઈન ટ્રેન લાઈન મોટાભાગે ડબ્બા ચેન્જ કરવા અને ટ્રેનોનું વોશિંગ અને મૈઈનટેઈનન્સ માટે વાપરવામાં આવશે. સમગ્ર ડેપોમાં ઉપયોગ થનારી તમામ સુવિદ્યાઓનું સંચાલન સેન્ટ્રરલાઈઝ હશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.