રાજ્ય સરકાર જંત્રીના દરોમાં વધારા અંગે એપ્રિલમાં નિર્ણય લે તેવી સંભાવના,વર્ષે 20% વધારો કરવાની ફોર્મૂલ્યા અપનાવી શકે છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, રાજ્ય સરકાર જંત્રીના દરોમાં સૂચિત વધારો કરવા અંગેનો નિર્ણય એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં લેવાય તેવી સંભાવના સેવાઈ રહી છે. હાલ જંત્રીના દરોમાં વધારો કરવા એવું બિલ્ડર લોબીમાં ચર્ચાઈ રહ્યું છે કે, રાજ્ય સરકાર જંત્રીના દરોમાં દર વર્ષે 20 ટકાનો વધારો પાંચ વર્ષ માટે કરવાનું વિચારી રહી છે. જો કે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ક્રેડાઈ અમદાવા, નારેડકો અમદાવાદના મોટા પ્રોપર્ટીમાં પોતાના ભાષણમાં અનેકવાર કહી ચૂક્યા છે કે, બિલ્ડરો જંત્રીના દરોને લઈને ચિંતા ના કરે, રાજ્ય સરકાર ગુજરાતની જનતા અને બિલ્ડરોના હિતમાં જ હકારાત્મક નિર્ણય લેશે.

ઉલ્લેખનીય છે કે, દસ દિવસ પહેલાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને પ્રવક્તા ઋષિકેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, જાન્યુઆરી-20 સુધીમાં રાજ્ય સરકારને જંત્રીના દરોમાં સૂચિત કરવો કે નહી તે અંગેના 11000 કરતાં વધુ વાંધા અને સૂચનો મળ્યા છે. જેને પર હાલ જિલ્લા કક્ષાએ ચકાસણી કરવામાં આવી રહી છે. તે બાદ, રાજ્ય સરકાર કક્ષાએ તેની ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ જંત્રીના દરોમાં વધારો કરવા અંગે નિર્ણય લેશે તેવું જણાવ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.