GovernmentHousingNEWS

હાસ! ઝંઝટમાંથી મુક્તિ,ડેવલપર્સને ગુજરેરાની રાહત, હવે એક ફોર્મથી પ્રોગેસ રિપોર્ટ કરી શકાશે સબમિટ

ગુજરાતભરના ડેવલપર્સ માટે એક ગુડ ન્યૂઝ છે. હવેથી, ગુજરેરામાં રિયલ એસ્ટેટ ડેવલપર્સે એક જ ફોર્મથી પ્રોજેક્ટ પ્રોગેસ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. અને જો રિપોર્ટ સબમિટ ના થવા પર પ્રતિદિન લેટ ફી વસૂલાશે તેવી જાહેરાત ગુજરાત રેરા ઓથોરિટીએ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) દ્વારા 1 જાન્યુઆરી-2025ના રોજથી રેસિડેન્શિયલ અને કોમર્શિયલ સહિતના પ્રોજેક્ટમાં પ્રમોટર દ્વારા સબમિટ કરવામાં આવતા ત્રિમાસિક પ્રોજેક્ટ પ્રોગેસ રિપોર્ટની પ્રક્રિયા સરળ અને સુચારુ કરી શકાય તે માટે આ નીતિ અમલમાં મૂકવામાં આવી છે.

નોંધનીય છે કે, પહેલાં, પ્રમોટરે એટલે ડેવલપરે, સીએ, એન્જિનીયર અને આર્કિટેક્ટ માટે ત્રણ અલગ અલગ સર્ટિફિકેટ રજૂ કરવા પડતાં હતા. જેના કારણે, પ્રોજેક્ટ પ્રોગેસ રિપોર્ટ રજૂ કરવામાં વિલંબ થતો હતો. અને હવે ત્રણ ફોર્મની જગ્યા માત્ર એક જ ફોર્મથી ડેવલપર પ્રોજેક્ટ પ્રોગેસ રિપોર્ટ સબમિટ કરાવી શકશે. અને જો સમયમર્યાદામાં સબમિટ કરવામાં નહી આવે તો ગુજરાત રેરાના નિયમોનુસાર લેટ ફી વસૂલાશે.

પ્રોજેક્ટ પ્રોગેસ રિપોર્ટ સબમિટ કરવાની રીત

એક જ ફોર્મ દ્વારા 2 હજાર રુપિયા ફી ભરીને પ્રમોટર પ્રોજેક્ટ પ્રોગેસ રિપોર્ટ રેરાની વેબસાઈટ પર ઓનલાઈન ભરી શકશે. જોકે, પહેલાં પ્રોગેસ રિપોર્ટ સબમિટ ના થવા પર તેને લોક કરી દેવામાં આવતા હતા. પરંતુ, હવે તેને લોક કરી દેવામાં આવતા નહી આવે અને પ્રતિ દિન લેટ ફી વસૂલ કરવામાં આવશે. આ નીતિના અમલથી કુલ 5099 પ્રોજેક્ટમાંથી 94 ટકા એટલે કે, 4776 પ્રોજેક્ટના પ્રોગેસ રિપોર્ટ સબમિટ થઈ ગયા છે.  

પ્રોજેક્ટ પ્રોગેસ રિપોર્ટ લેટ ભરવાથી, પ્રતિદિન કેટલી લાગી શકે છે લેટ ફી.

અત્યાર સુધી સમયસર પ્રોગેસ રિપોર્ટ સબમિટ ના થાય તો માત્ર 10 હજાર પ્રોસેસિંગ ફી ભરીને રિપોર્ટ જમા કરાવાની મર્યાદા 1 મહિનો વધારવામાં આવતી હતી. પરંતુ, હવે પ્રોજેક્ટની કિંમત મુજબ લેટ ફી ચૂકવવી પડશે. 25 કરોડથી ઓછી કિંમતના પ્રોજેક્ટ કિંમતના પ્રોજેક્ટ પ્રતિદિન રુ.400 લેટ ફી, 25-50 કરોડના પ્રોજેક્ટ માટે રુ. 600 પ્રતિદિન, 5-100 કરોડના પ્રોજેક્ટ માટે રુ. 800 પ્રતિદિન, 100 કરોડથી મોટા પ્રોજેક્ટ પર રુ. 1000 પ્રતિ દિન વસૂલવામાં આવશે.

જાણો: શું છે ગુજરેરાની 31 માર્ચ સુધી વન ટાઈમ ઓફર  

કોઈ ડેવલપર કે પ્રમોટરે પહેલાના કોઈ પ્રોગેસ રિપોર્ટ સબમિટ નથી કર્યા તો, ઉપર મુજબ પ્રતિ દિન લે ફીની સાથે લમ્પસમ ફી પણ ભરવાની રહેશે અને આ યોજના 31 માર્ચ 2025 સુધી વન ટાઈમ ઓફર છે. ગુજરાત રેરા દ્વારા 20 હજાર લઈ 80 હજાર રુપિયા લમ્પસમ ફી નક્કી કરવામાં આવી છે. જો સતત ચાર પ્રોગેસ રિપોર્ટ સબમિટ ના કરે તો તેમનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close