મુખ્યમંત્રીએ ક્રેડાઈ અમદાવાદનો 3 દિવસીય પ્રોપર્ટી શોનું કર્યું ઉદ્દઘાટન, જંત્રીના દરો અંગે આપ્યો હકારાત્મક સંકેત.
ક્રેડાઈ અમદાવાદ દ્વારા અમદાવાદ શહેરનો ધમધમતો એસ.જી. હાઈવે નજીક આવેલા ઝાયડસ હોસ્પિટલની બાજુ 19મો ત્રિદીવસીય પ્રોપર્ટી શોનું ભવ્ય આયોજન કર્યું છે. જેનું ઉદ્દઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું. તે દરમિયાન રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. ક્રેડાઈ અમદાવાદનો ત્રિદિવસીય પ્રોપર્ટી શો 4 અને 5 જાન્યુઆરી સુધી ચાલશે.
ક્રેડાઈ અમદાવાદના જણાવ્યાનુસાર, 70 રિયલ એસ્ટેટ ડેવલપર્સની કુલ 400થી પણ વધારે પ્રોપર્ટી પ્રોજેક્ટસને ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. જેમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઔદ્યોગિક અને પ્લોટિંગ સ્કીમોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જંત્રીના દરોમાં સૂચિત વધારો અંગે હકારાત્મક સંકેત આપ્યો હતો. વધુમાં તેમણે સામાન્ય માનવીને ઓછી કિંમતે પાકું સુવિધાયુક્ત ઘર મળે તે હેતુથી એફોર્ડેબલ હાઉસિંગ માટે સૌ બિલ્ડર્સ આગળ આવે તેવો અનુરોધ કર્યો હતો તે માટે સરકાર તરફથી તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
CREDAI અમદાવાદ દ્વારા શિક્ષણ ક્ષેત્રે અને ગ્રીન કવર વધારવાની દિશામાં સુંદર યોગદાન આપવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌ રિયલ એસ્ટેટ ડેવલપર્સને બિદરાવ્યા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.