ગુજરાતનું ધોલેરા, બનશે ભારતનુંસેમિકન્ડક્ટરહબ
શુક્રવારના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રની ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2024 કોન્ફરન્સનું આયોજન થયું હતું. જેમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રની દેશ વિદેશની ટોચની કંપનીઓના બિઝનેસલીડર સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સેમિકન્ડક્ટરના તમામ મૂડીરોકાણકારો અને બિઝનેસમેનોનું સ્વાગત કરતાં રાજ્ય સરકાર તરફથી તમામ સહયોગની ખાતરી આપી હતી.
‘ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2024’ ના માધ્યમથી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વૈશ્વિક અગ્રગણ્ય કંપનીઓ અને ગુજરાત તથા ભારતની સ્થાનિક કંપનીઓને એક મંચ પર આવશે, જેના લીધે સ્થાનિક સ્તરે સેમિકન્ડક્ટર સપ્લાય-ચેઈન ઈકોસિસ્ટમ વધુ સુદૃઢ બનશે.
કોન્ફરન્સમાં સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રીના વિવિધ પાસાઓ જેવા કે મેન્યુફેક્ચરિંગ, સપ્લાય-ચેઈન મેનેજમેન્ટ, રીસર્ચ અને ઈનોવેશન વગેરે અંગે ચર્ચા થશે. જેનો લાભ દરેક સ્ટેક હોલ્ડર્સને થશે, તેમજ કંપનીઓને પરસ્પર સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ કરવામાં મદદ મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગ્લોબલ પાવર બનાવવાની છે. આ માટે તેમણે સેમિકોન વિઝન આપ્યું છે. વડાપ્રધાનના દરેક મિશનમાં ગુજરાતે શિરમોર યોગદાન આપ્યું છે. ત્યારે સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ ગુજરાત દેશમાં ટોચના સ્થાને રહેવા પ્રતિબદ્ધ છે,તેવી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, જેણે પોતાની ડેડીકેટેડ સેમિકન્ડક્ટર પોલિસી બનાવી છે. ધોલેરા ખાતે આકાર પામી રહેલા સેમિકોન સિટીમાં સેમિકન્ડક્ટર એકમો માટે તમામ પ્લગ એન્ડ પ્લે ફેસિલિટીઝ ઉપલબ્ધ છે. સાણંદમાં પણ સેમિકન્ડક્ટર સેક્ટર માટે પ્રોત્સાહક વાતાવરણ ઉભું થયું છે. ગુજરાતની સેમિકન્ડક્ટર પોલિસી ખૂબ ફળદાયી નીવડી છે. માઈક્રોન, ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને CG Power જેવી કંપનીઓએ ગુજરાતમાં તેમના યુનિટ્સ સ્થાપવા જંગી મૂડીરોકાણ કરી ચૂકી છે. જેનો લાભ ગુજરાતના યુવાનોને મળશે તેવી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.