અમદાવાદમાં નિર્માણાધીન ન્યૂ સ્કાઈ લાઈન, હાઈરાઈઝ-આઈકોનિક બિલ્ડિંગો પર કરીએ એક નજર
આગામી પાંચ વર્ષમાં અમદાવાદ સિટી, માયાનગરી મુંબઈની દેખાતી હશે, તો તેમાં કોઈ જ શંકા નથી. કારણ કે, હાલ અમદાવાદ શહેરના ધમધમતા એસ.જી. હાઈવે અને તેની આસપાસના વિસ્તારોમાં અંદાજે 15 જેટલી હાઈરાઈઝ અને આઈકોનિક બિલ્ડિંગો નિર્માણ પામી રહી છે. જેથી, આવનારા પાંચ વર્ષમાં જ્યારે આ તમામ બિલ્ડિંગોનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે ત્યારે, અમદાવાદમાં એક નવી સ્કાઈલાઈન દેખાશે. અને અમદાવાદ સિટી માયાનગરી મુંબઈ જેવી લાગશે.
ગુજરાત સરકારે 2017માં ગુજરાતના મોટા શહેરોમાં આઈકોનિક અને હાઈરાઈઝ બિલ્ડિંગસ્ નિર્માણ કરવાની પોલિસીની જાહેરાત કર્યા બાદ, અમદાવાદ શહેરમાં આઈકોનિક અને હાઈરાઈઝ બિલ્ડિંગસ્ નિર્માણ થવાની શરુઆત થઈ ગઈ, જેમાં ગુજરાતનું પ્રથમ હાઈરાઈઝ બિલ્ડિંગ સાયન્સ સિટીમાં હરિકેશ હાર્મોની ગ્રુપે 32 માળનું બિલ્ડિંગ નિર્માણ કરીને, ગુજરાતમાં હાઈરાઈઝ બિલ્ડિંગસ્ નિર્માણ કરવાના શ્રીગણેશ કર્યો. ત્યારે અહીં અમદાવાદના નામાંકિત રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા નિર્માણ પામી રહેલી હાઈરાઈઝ અને આઈકોનિક બિલ્ડિંગસ્ પર કરીએ એક નજર.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.