GovernmentHousingInfrastructureNEWS

AUDAના CEO ડી.પી દેસાઈ,ઔડા-AMCના કાર્યકરી મ્યુનિ.કમિશનરનો સંભાળી રહ્યા છે ચાર્જ

અમદાવાદ શહેરી વિકાસ સેવા સત્તામંડળના CEO ડી.પી. દેસાઈને રાજ્ય સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યકરી(હંગામી) મ્યુનિસિપલ કમિશનર તરીકે વધારાનો ચાર્જ આપ્યો છે. વર્તમાન AMC કમિશનર એમ. થેન્નારસન બે અઠવાડિયાની લાંબી રજાઓ પર હોવાને કારણે એએમસીનો કાર્યભાર સંભાળવા માટે ઔડાના CEO ડી.પી. દેસાઈને કાર્યકારી મ્યુનિસિપલ કમિશનર તરીકે વધારાનો ચાર્જ આપ્યો છે. આ રીતે હવે ડી.પી. દેસાઈ ઔડા અને એએમસી બંનેનો વહીવટ સંભાળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ડી.પી. દેસાઈ, એ પહેલા પ્રમોટેડ IAS અધિકારી હશે કે, જેમને પ્રથમ વાર અમદાવાદ મ્યુનિસિપલ કમિશન તરીકે ચાર્જ સંભાળવા આપ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ડી.પી. દેસાઈની શહેરી વિકાસ ક્ષેત્રમાં કરેલી સારી કામગીરી, તેમની કાર્ય કુશળતા અને કાર્ય દક્ષતાને કારણે આ હોદ્દો આપવામાં આવ્યો હોવાનું મનાવવામાં આવી રહ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ્ ઓફ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close