GovtHousingInfrastructurePROJECTS
જાણો- 2024-25ના અંતરિમ બજેટમાં નાણાંમંત્રી સિતામરને ઈન્ફ્રા.અને બિલ્ડિંગ ક્ષેત્રે કરેલી જાહેરાતો અને અનુમાનો
આજે સંસદભવનમાં અંતરિમ બેજટ 2024-25 ને રજૂ કરતાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમને આવનાર વર્ષ માટે રોજગાર, દેશના વિકાસ અને ઈન્ફ્રા માટે થનારા કેપિટલ ખર્ચ 11.1 ટકાનો વધારો કરતાં 11.1 લાખ કરોડ અંદાજવવામાં આવ્યો છે, જે સફળ જીડીપીનો 3.4 ટકા હિસ્સો ધરાવે છે. અને વાસ્તવિક જીડીપી 7.3 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ત્યારે અહીં રિયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રેલ્વે અને બિલ્ડિંગ સેક્ટરમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતામરને જે જાહેરાતો કે અનુમાનો કર્યા છે તેની વિગતો અહીં દર્શાવવામાં આવી છે. જે નીચે મુજબ છે.
- પીએમ ગતિશક્તિ અંતર્ગત લોજેસ્ટિક અને ટ્રાન્સપોર્ટ ક્ષમતા વધારવા અને કોસ્ટ ઘટાડવવા માટે કેન્દ્ર સરકારે ત્રણ મુખ્ય ઈકોનોમી રેલ્વે કોરિડોર નક્કી કર્યા છે. જેમાં ઊર્જા, ખનીજ અને સિમેન્ટ કોરિડોર, પોર્ટ કનેક્ટિવીટી કોરિડોર, હાઈ ટ્રાફિક ડેનસીટી કોરિડોરનો સમાવેશ થાય છે.
- રેલ્વે વિભાગ માટે 40 હજાર સામાન્ય રેલ્વે બોગીને વંદે ભારત ટ્રેનમાં રુપાતરિત કરવામાં આવશે. જેથી યાત્રિયોની સુરક્ષા, સુવિદ્યા અને આરામદાયક મુસાફરી રહેશે.
- એરપોર્ટની સંખ્યામાં બે ગણા વધારા સાથે દેશમાં કુલ 149 એરપોર્ટ બની ગયા છે. જે હાલ દેશમાં 517 એરસ્ટ્રીપ પર 1.3 કરોડ યાત્રિયોની ક્ષમતા ધરાવે છે. દેશની વિમાન મેન્યુફેકચરીંગ કંપનીઓને અંદાજે 1000 વિમાનો બનાવવા માટેનો ઓડર આપવામાં આવ્યો છે.
- કેન્દ્ર સરકારે વર્ષ-2024-25 માટે 11.1 ટ્રીલિયન ખર્ચ અંદાજવવામાં આવ્યો છે. જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ખર્ચનો સમાવેશ થાય છે.
- દેશના તમામ રાજ્યોમાં આવેલા સારાં ટુરિઝમ પ્લેસને ડેવલપમેન્ટ અને તેનો ગ્લોબલી બ્રાન્ડિંગ અને માર્કેટિંગને પ્રોસ્તાહન આપવામાં આવશે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સુવિદ્યા, સર્વિસિસ, અને ગુણવત્તાના માપદંડોને આધારિત રેટિંગ આપવામાં આવશે. તેમ જ લોંગ ટર્મ ફ્રી લોન પણ આપવામાં આવશે.
- નાણાં મંત્રી નિર્મલા સિતારમને ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 2 કરોડ નિર્માણ કરવાની જાહેરાત કરી હતી. જો કે, 3 કરોડ મકાનો બનાવી દીધા છે અને હજુ 2 કરોડ મકાનો બનાવવામાં આવશે.
- મધ્યમ વર્ગ માટે પણ કેન્દ્ર સરકાર આવાસ યોજના લાવશે, ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટી અને ચાલીમાં રહેતા લોકો માટે એક યોજના લાવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.