GovernmentHousingInfrastructureNEWSPROJECTS

દેવભૂમિ દ્વારકામાં નિર્માણ પામેલો ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજનું, વડાપ્રધાન મોદીના હસ્તે થશે ઉદ્દઘાટન

દેવભૂમિ દ્વારકામાં એન્જીનીયરીંગ માર્વેલ અને ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ નિર્માણ પામી ચૂક્યો છે. જેનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે તેવી પ્રબળ સંભાવના છે. આ બ્રિજ દ્વારા હવે દ્વારકાધીશના ભક્તો ભગવાન દ્વારકાધીશનાં સરળતાથી દર્શને જઈ શકશે. જો કે, પહેલાં બોટ દ્વારા બેટ દ્વારકા જઈને દર્શન કરવાં પડતાં હતા. તે દરમિયાન ચોમાસામાં દરિયાઈમાં તોફાનો આવવાનું હોય ત્યારે બેટ દ્વારકાનાં દર્શન પર પ્રતિબંધ મૂકાતો હતો. પરંતુ, બારેમાસ ભગવાન દ્વારકાધીશનાં દર્શન થશે. ત્યારે અહીં જાણીએ બ્રિજ નિર્માણની વિશિષ્ટતાઓ અને સિવીલ એન્જીનીયરીંગની તકનિકી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ નિર્માણનું ખાતમૂર્હૂત 2017માં કરવામાં આવ્યું હતું અને 2023 બ્રિજનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. જોકે, હાલ બ્રિજ પર રંગરોગાન અને મહત્વની સુવિદ્યાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

1000 કરોડના ખર્ચે નિર્માણ પામેલો ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજની લંબાઈ 2,320 મીટર એટલે કે, સવા બે કિલોમીટર લંબાઈ છે અને તેની પહોળાઈ 27 મીટર છે. કુલ 38 પિલ્લરો પર બ્રિજ નિર્માણ પામ્યો છે, જેમાં હોક ક્રેઈન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ સ્થાનિક દર્શનાર્થીઓ સહિત દેશ-વિદેશમાંથી આવતા પ્રવાસીઓ માટે આર્શિવાદરુપ સાબિત થશે.

ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજની વિશિષ્ટતાઓ

1. ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ એ કેબલ સ્ટેઈટડ બ્રિજ છે, જેની કુલ લંબાઈ 2.32 કિલોમીટર છે, જે પૈકી 900 લંબાઈ માત્ર કેબલ સ્ટેઈટડની છે.

2. ઓખા-બેટ દ્વારકા બ્રિજની બંને બાજુ પર એપ્રોચ રોડ 2.45 કિલોમીટર છે અને પહોળાઈ 27 મીટર છે. જેમાં 2.50 મીટર પહોળી પગદંડી સહિત કુલ ફોર લેન બ્રિજ છે. 

3. આ બ્રિજમાં આકર્ષણનું કેન્દ્ર બ્રિજનો સ્પાન છે,જેની લંબાઈ 500 મીટર છે, જે દેશભરમાં લાંબામાં લાંબો બ્રિજ સ્પાન છે.

4. ઓખા બ્રિજ સ્થિત વિઝિટર માટે પાર્કિંગ સહિત કેટલીક જીવન જરુરિયાતની સુવિદ્યાઓ આપવામાં આવી છે.

5. બ્રિજના મુખ્ય સ્પાન માટે નિર્માણ કરવામાં આવેલા બે મહત્વ સ્ટ્રાઈકિંગ પાઈલોનની ઊંચાઈ 130 મીટર છે.

7. આ બ્રિજને ઈકો ફ્રેન્ડલી બનાવવામાં આવ્યો છે. જેમાં ફૂટપાથ પર સોલાર પેનલ છે જેના દ્વારા 1 મેગાવોટ વીજળી ઉત્પાદન થશે અને તેનો ઉપયોગ બ્રિજના લાઈટિંગ અને ઓખા માટે વીજળી માટે વપરાશે.

8. બેટ દ્વારકા આવતા પ્રવાસીઓ માટે બ્રિજ પર 12 લોકેશન પર વ્યૂં ગેલેરી બનાવવામાં આવી છે. જેથી દરેક પ્રવાસીઓ દરિયાઈ મનોરમ્ય દશ્યને નિહાળી શકશે. 

9. બ્રિજ પર ડેકોરેટિવ લાઈટિંગ લગાવવામાં આવી છે, જે બ્રિજની સુંદરતા વધારશે અને પ્રવાસીઓને આનંદ આપશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close