દસ્તાવેજની નોંધણી માટે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં, સાક્ષીઓને લાવવાની પ્રથા હવે બંધ થશે
દસ્તાવેજની નોંધણી માટે મહેસૂલ વિભાગની સબ-સ્જીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની પ્રક્રિયામાં બે સાક્ષીઓને હાજર રાખવામાં આવે છે, તેની હવે આગામી સમયમાં જરુર પડશે નહીં. મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત રજીસ્ટ્રેશન રુલ્સ(2023)નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આધાર નંબર આધારિત સંમતિ સાથેની ઓળખની અત્યાધુનિક પદ્ધતિ પ્રસ્થાપિત કરાઈ છે. તેનો ટૂંક સમયમાં રાજ્યભરમાં અમલ શરુ થતા નાગરિકોને વધુ સુવિદ્યા ઉપલબ્ધ થશે.
મહેસૂલ વિભાગ દ્વારા Gujarat Registration (Identity Verification for Registration of Documents) Rules 2023નું જાહેરનામું 18 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કન્સેપ્ટ બેઝ્ડ આધાર ઓથેન્ટીફિકેશન સર્વિસ અમલી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ દસ્તાવેજની નોંધણી અંગે દસ્તાવેજ કરી આપનારા સબ સ્જીસ્ટ્રાર સમક્ષ દસ્તાવેજ કરી આપ્યાની કબૂલાત આપવા ઉપસ્થિત થાય છે. ત્યારે તેની ઓળખની ખાતરી માટે રજિસ્ટ્રાર કચેરીમાં બે સાક્ષીઓને હાજર રાખવામાં આવે છે. સબ રજિસ્ટ્રાર આ સાક્ષીઓની તપાસ કરીને દસ્તાવેજ કરી આપનારાની ઓળખ પ્રસ્થાપિત કરે છે.
નવી સિસ્ટમનો પૂર્ણ સ્વરુપે અમલ થતા સબ-સ્જીસ્ટ્રાર કચેરીમાં સાક્ષીઓને લાવવાની જરુર પડેશ નહી. તેથી સબ સ્જીસ્ટ્રાર ઓફિસમાં ભીડ પણ થાય નહી. સાથે સાથે ખોટી રીતે અન્યનું નામ ધારણ કરીને થતા ખોટા દસ્તાવેજનું પ્રમાણ અટકશે. દસ્તાવેજને લઈને કરાતી છેંતરપિંડીના બનાવોના પ્રમાણમાં પણ ઘટાડો થશે. તે સાથે મહેસૂલ વિભાગમાં દસ્તાવેજ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ ઝડપી બનશે. આ અંગે ટેકનિકલ કામગીરી પૂર્ણ કરીને સમગ્ર રાજ્યમાં આગામી સમયમાં મહેસૂલ વિભાગ દ્વારા અમલ કરવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- નવગુજરાત સમય.