ગિફ્ટ સિટીના વિસ્તરણમાં 15 વર્ષ લાગશે, અને અંદાજે 6,187 કરોડનો ખર્ચે થવાની સંભાવના
ઈન્ટરનેશનલ સ્માર્ટ ટેક્ સિટી ગિફ્ટ સિટી-ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં હાલ આયોજનબદ્ધ વિસ્તરણ થઈ રહ્યું છે. ગિફ્ટ સિટી વિસ્તાર,જે 886 એકરમાંથી વધારીને 3300 એકર વિશાળ ભૂમિપટલ પર આકારિત કરવા માટે રાજ્ય સરકારે ડેવલપમેન્ટ પ્લાન બની દીધો છે અને તેના પર કામ શરુ કરી દેવામાં આવ્યું છે. ગિફ્ટ સિટી એરિયા માટે પ્રસ્તાવિત વિકાસ યોજનામાં આગામી 15 વર્ષમાં વિસ્તૃત વિસ્તારમાં માળખાકીય વિકાસ માટે રુ. 6,187 કરોડની દરખાસ્ત કરવામાં આવી છે.
એવું માનવામાં આવે છે કે, વિસ્તૃત વિસ્તારનો વિકાસ માટે અંદાજે 15 વર્ષ લાગશે. જેમાં પ્રથમ તબક્કામાં રુ.826 કરોડનો ખર્ચ થશે, જે અન્ય તબક્કાઓની તુલનામાં ઓછો છે. કારણ કે, શરુઆતમાં ટીપી સ્કીમ મિકેનિઝમ દ્વારા જમીનની ઉપલબ્ધતામાં સમય લાગશે.
સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર, પ્રથમ તબક્કામાં તમામ ડીપી રોડ માટે પાંચ વર્ષનો સમય લાગશે. જેમાં ચાર લેન રોડ નિર્માણ થશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અમલીકરણ માટેનો કુલ ખર્ચ આશરે રુ. 6,187 કરોડ છે જે બજારના દરને આધીન છે અને ભવિષ્યમાં તેમાં ફેરફાર થવાની સંભાવના છે. એવો અંદાજ છે કે આ તબક્કામાં લગભગ 25% ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક આવરી લેવામાં આવશે.વિવિધ તબક્કાઓમાં પાણી અને ગટર શુદ્ધિકરણ પ્લાન્ટની ક્ષમતામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવશે.
બીજા તબક્કામાં, બાકીના વિસ્તારો માટે પાણી પુરવઠો,ગટર અને વીજળીની લાઈનો ઉપરાંત આંતરિક ડેવલપમેન્ટ કરવામાં આવશે. જેમાં બગીચાઓ,તળાવ અને પાણીની ચેનલ પર પાળા પણ બાંધવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને GIFT અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, કેન્દ્ર અને રાજ્ય સરકારો અને જાહેર ખાનગી ભાગીદારી દ્વારા ભંડોળ પુરુ પાડવામાં આવશે તેવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.