GovernmentHousingInfrastructureNEWSPROJECTS

ગિફ્ટ સિટીમાં હજુ બીજા 5000 રેસિડેન્શિયલ યુનિટ નિર્માણ પામશે, મુખ્યમંત્રીએ આપી મંજૂરી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે ગિફ્ટ સિટીમાં આયોજિત ઈનફિનીટી ફોરમ 2.0 ને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીના વિસ્તારમાં 886 એકરથી વધારો કરીને 3300 એકર કરવામાં આવ્યો છે.  તે માટેનો ડેવલપમેન્ટ પ્લાન અને ટાઉન પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે. તેમજ સાબરમતી નદી કિનારે વસેલું ગિફ્ટ સિટી ખાતે 4.5 કિલોમીટરની લંબાઈ ધરાવતો કુલ 9 કિલોમીટર લાંબા રિવરફ્રન્ટને  નિર્માણ કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે.

ગિફ્ટ સિટીમાં રેસિડેન્શિયલ માંગને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં વધુ 5000 યુનિટ રેસિડેન્શિયલ ડેવલપ કરવા માટેની મંજૂરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આપી દીધી છે. જેમાં માનવ જરુરિયાત,સોશિયલ એમિનિટસ્ ગિફ્ટ સિટી દ્વારા ડેવલપ કરવામાં આવશે.

આ ઉપરાંત, અમદાવાદ અને ગાંધીનગર બંને સિટીને જોડતી મેટ્રો રેલનું નિર્માણકાર્ય જુલાઈ 2024 સુધી પૂર્ણ થશે અને ગાંધીનગર સુધી મેટ્રોરેલ શરુ કરી દેવામાં આવશે. આ મેટ્રોરેલ સેવા શરુ કરવાથી અમદાવાદથી ગાંધીનગર આવતા તમામ મુસાફરોની મુસાફરી સરળ રહેશે અને ઈંધણનો બચાવ થશે.

ગિફ્ટ સિટીના ચેરમેન હસમુખ હડિયાએ જણાવ્યું છે. ગિફ્ટ સિટીમાં સ્ટુડિયો એપાર્ટમેન્ટ નિર્માણ કરવામાં આવશે, જે ફુલ્લી ફર્નિચર, રેડી ટુ મૂવ અને ફુલ્લી સર્વિસ ધરાવતા એપાર્ટમેન્ટ હશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close