અમદાવાદના સિંધુ ભવન રોડ પર મોન્ટેકાર્લો ઓક્સિજન પાર્કનું, થોડાક દિવસોમાં ઉદ્દઘાટન થવાની સંભાવના
અમદાવાદના પોશ વિસ્તાર સિંધુ ભવન પર દેશની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની મોન્ટેકાર્લો લિમિટેડ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત સુંદર અને કુદરતી સાનિધ્યનો અનુભવ કરાવતા મોન્ટેકાર્લો ઓક્સિજન પાર્ક નિર્માણ કરાયું છે. સમગ્ર ઓક્સિજન પાર્કનું નિર્માણકાર્ય પૂર્ણ થયું ગયું છે અને હાલમાં તેના ઉદ્દઘાટન માટે આખરી ઓપવામાં આવી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આવનારા થોડાક દિવસોમાં મોન્ટેકાર્લો ઓક્સિજન પાર્કનું ઉદ્દઘાટન કરવામાં આવશે. તે સાથે સિંધુ ભવનની આસપાસ એલિટ ક્લાસના પરિવારો માટે ઓક્સિજન પાર્કની એક સુંદર ભેટ મળશે.
મોન્ટેકાર્લો ઓક્સિજન પાર્કના વિસ્તાર અને ડીઝાઈનની વાત કરીએ તો, કુલ 28,000 સ્કેવર મીટરમાં પથરાયેલો આ ઓક્સિજન પાર્કમાં 75 પ્રકારના 59000 વૃક્ષો વાવવામાં આવ્યા છે. ડીઝાઈન સ્પાઈરલ શેપમાં કરવામાં આવી છે અને વચ્ચે એક નાનું લેક બનાવવામાં આવ્યું છે, જે સમગ્ર ઓકિસજન પાર્કની સુંદરતા વધારે છે અને નયનરમ્ય લાગી રહ્યું છે.
પાર્કમાં મિયાકી પદ્ધતિથી વૃક્ષો વાવવામાં આવ્યા છે. પાર્કમાં બનાવવામાં આવેલી દિવાલો સસ્ટેનબલ કન્સ્ટ્રક્શન ટેક્નિકથી બનાવવામાં આવી છે જેમ કે, અર્થ એન્ડ ગબિયોન વોલ. તેમજ ઈકો ફ્રેન્ડલી પાર્ક બનાવવામાં આવ્યો છે. આ પાર્ક નિર્માણ થવાથી આસપાસના રહેવાસીઓ સહિત અન્ય લોકો માટે શુદ્ધ ઓક્સિજન સાથે તંદુરસ્તી વધારવાનું ડેસ્ટિનેશન બન્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.