GovernmentHousingInfrastructureNEWSPROJECTS

ધરોઈ ડેમ પીલગ્રીમ-ટુરિઝમ પ્રોજેક્ટનું નિર્માણકાર્ય પૂરજોશમાં, બે વર્ષમાં પહેલા ફેજનું કામ થશે પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન ઉત્તર ગુજરાતમાં આવેલા ધરોઈ ડેમ પીલગ્રીમ-ટુરિઝમ પ્રોજેક્ટનું નિર્માણકાર્ય હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાત સહિત દેશની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા આ પ્રોજેક્ટનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. અને આવનારા બે વર્ષમાં આ પ્રોજેક્ટનું નિર્માણકાર્ય પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. જો કે, પ્રોજેક્ટ ખૂબ મોટો છે અને તે સાથે જમીન સંપાદનમાં સમય લાગી રહ્યો છે.

હાલ ધેરાઈ ડેમ ખાતે, પાર્કિંગ, એમિનિટિઝ અને સી પ્લેન- ઝોન ફાઈવનું નિર્માણકાર્ય ચાલુ છે. સ્થળ પર બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનની ટીમે મુલાકાત કરી હતી. તે દરમિયાન તેમને જોયેલા નિર્માણકાર્ય બાદ, આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.

અહીં મહત્વની વાત એ છે કે, પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડ દ્વારા ધરોઈ ડેમ પીલગ્રિમ-ટુરીઝમ પ્રોજેક્ટનું કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુણવત્તા પર ખૂબ જ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.સાથે સાથે દરેક બિલ્ડિંગ મટેરીયલ પરની વ્યવસ્થા પર પણ ખાસ ધ્યાનમાં આવ્યું છે. જેમ કે,ટીએમટી બારને કાટ ના લાગે તે માટે જમીન પર લોખંડના બોક્સ બનાવીને તેની પર વ્યવસ્થિત ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત તમામ કન્સ્ટ્રક્શન નિયમોના આધીન નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. એટલે જ પીએસપી પ્રોજેક્ટ લિમિટેડને સર્વોચ્ચ ગુણવત્તા સાથે સમયમર્યાદામાં નિર્માણકાર્ય પૂર્ણ કરવાના પર્યાય તરીકે ઓળખવવામાં આવે છે.

કેવો હશે ધરોઈ ડેમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ? 

રુ.1000 કરોડથી વધુ ખર્ચે નિર્માણ પામનાર ધરોઈ ડેમ ટુરિઝમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ધરોઈ ડેમના વોટર ફ્લોની બંને બાજુ રિવરફ્રન્ટ ડેવલપ કરાશે અને આઈકોનિક ટાવર પણ બનાવવામાં આવશે તેનો જોડતો 570 ની લંબાઈ ધરાવતો રોડ નિર્માણ કરવામાં આવશે. લેઝર શો, મનોરંજનની થીમ, ડેમની આસપાસના લીલા વિસ્તારોના દશ્યો, પાણી પુરવઠો, ડ્રેનેજ, ઘનકચરાનો નિકાલ અને ગટરવ્યવસ્થા, આસપાસના વિસ્તારોનું રોડ નેટવર્ક, બોટિંગ, સાયકલ ટ્રેક અને રિવરફ્રન્ટ સહિત અનેક સુવિદ્યાઓ વિકસાવવામાં આવશે. શટલ બસ સેવાનું આયોજન કરાશે. ગુજરાતભરમાંથી આવનારા પ્રવાસીઓ સરળતાથી ધરોઈ ડેમ જઈ શકે તે માટે ગુજરાત સરકાર રોડ નેટવર્ક, રેલ્વે લાઈન ટ્રેકનું નિર્માણ કરાવી રહી છે.

એડવેન્ચર સ્પોર્ટ્સ ઈન્ફ્રા, રોડ નેટવર્ક, ઈલેક્ટ્રિકલ-આઈસીટી-વોટર-ગટર ઈન્ફ્રા, યુટિલિટી બિલ્ડિંગ, પાર્કિગ અને અન્ય જાહેર સુવિધાઓ ઊભી કરવામાં આવશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 374 કરોડ, બીજો તબક્કો 345 કરોડનો હશે. બીજા તબક્કામાં ધરોઈ ડેમથી શરૂ કરીને સાબરમતી નદી પટ પર રિવરફ્રન્ટ, લેસર શો, એમ્ફી થિયેટરનો સમાવેશ થશે. ત્રીજા તબક્કામાં બોટનિકલ ગાર્ડન, પંચતત્વ થીમ પાર્ક ગાર્ડન, ગ્લાસ બ્રિજ અને વધુને આવરી લેવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતની જીવાદોરી સમા ધરોઈ ડેમને ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત ગુજરાતભરના લોકો માટે ધરોઈ ડેમને એડવેન્ચર અને પ્રવાસન સ્થળ બનાવવા ગુજરાત સરકાર Development of Dharoi Dam Region as a world Class Sustainable Tourism and Pilgrimage Destination તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.  

Show More

Related Articles

Back to top button
Close