અમદાવાદ મ્યુનિ.એ રાજ્ય સરકારના શહેરી વિકાસ સમક્ષ અમદાવાદ નજીકના વિસ્તારોમાં “સેટેલાઈટ ટાઉન” બનાવવા પ્રસ્તાવ મૂક્યો
અમદાવાદ શહેરની આસપાસના ટાઉનોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિદેશમાં જે રીતે સેટેલાઈટ ટાઉન હોય તેમ વિકસાવવા માટેની પહેલ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેના ડેવલપમેન્ટ પ્લાનમાં અમદાવાદ શહેરની આસપાસના વિસ્તારો કે ટાઉનોને ‘Satellite Towns’વિકસાવવા રાજ્યના શહેરી વિકાસ વિભાગ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે. અમદાવાદ શહેરની નજીક આવતા ટાઉનોને સેટેલાઈટ ટાઉન તરીકે વિકસાવવાથી અમદાવાદ શહેરમાં ભીડ અને ટ્રાફિક ઓછો થશે, આ સાથે નવયુવાનોને રોજગારી મળશે અને લોકોનું જીવનધોરણ પણ સુધરશે.
મ્યુનિસિપલ કોર્પોરેશને હાલ અમદાવાદના નજીકના સાણંદ, કલોલ, દેહગામ, બારેજા અને મહેમદાબાદને સેટેલાઈટ ટાઉન બનાવવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે.
સેટેલાઈટ ટાઉન એટલે શું ?
‘Satellite Towns’ એટલે કોઈ પણ દેશ, રાજ્ય કે શહેરની વિસ્તારો કે ગામોમાં અર્બન ડેવલપમેન્ટ કરવાનો કન્સ્પેટ છે. કે જે દ્વારા તમે શહેરની ભીડ હળવી કરી શકો અને શહેરથી દૂર અર્બન ડેવલપમેન્ટ કરી શકો. સેટેલાઈટ ટાઉન મોટાભાગે મેટ્રોપોલિટન વિસ્તારોથી સ્વતંત્ર હોય છે. આવા ટાઉનો વિકસાવવાથી લોકોનું જીવનધોરણ ઉચ્ચ અને સુખમય બને છે.
છેલ્લા બે દાયકાથી અમદાવાદમાં ઈકોનોમી ગ્રોથ, ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથ અને સારીમાં સારી રોડ કનેક્ટીવીનો વિકાસ જોરશોરમાં થયો છે. આવા ગતિશીલ વિકાસને કારણ કે, અમદાવાદના નજીક આવેલા મોટાં શહેરોમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ, રોડ કનેક્ટિવીટીથી ધોલેરા સર, માંડલ-બેચરાજી સ્પેશિયલ ઈકોનોમી ઝોન, ચાંગોદર સ્પેશિયલ ઈકોનોમી ઝોન સહિત તેની આસપાસના ગામડાં અને વિસ્તારોનો વિકાસ થયો છે અને રોજગારી સર્જાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતનું આર્થિકનગર અમદાવાદ નજીકથી દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર, ધોલેરા સર, ગિફ્ટ સિટી જેવા દેશ સહિત ગુજરાતના મહત્વનો પ્રોજેક્ટથી ગુજરાતનો ઈન્ફ્રા અને ઈકોનોમી ગ્રોથ ખૂબ થવા જઈ રહ્યો છે. હાલ ગિફ્ટ સિટી ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સિટી તરીકે સ્થાપિત થઈ છે. આવા તમામ પ્રોજેક્ટ ગુજરાતના આર્થિક વિકાસને વેગ આપી રહ્યા છે. અમદાવાદથી પૂણે હાઈવે બંને જિલ્લાઓને જોડશે. ઉપરાંત, વડોદરા, સુરત, અને મુંબઈ ગુજરાત સહિત મહારાષ્ટ્રના વિકાસમાં મહત્વનો રોલ પ્લે કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.