GovernmentHousingInfrastructureNEWS

અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મજૂરોને, બિપરજોઈ વાવાઝોડાથી સાવધાન કરવા જરુરી

બિપરજોઈ વાવાઝોડાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું છે કે, લોકોએ બિનજરુરી બહાર નીકળવું નહી તેમજ જીવનજરુરિયાતની ચીજવસ્તુઓની ખપત પૂરતી સંગ્રહ કરવાની સૂચના પણ આપી દેવાઈ છે. વાવાઝોડામાં અમદાવાદ શહેરમાં અનેક કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ ચાલી રહ્યા હશે. તો, મજૂરોના હિતને ધ્યાનમાં લઈને રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને કન્સ્ટ્રક્શન કંપનીઓએ સાવચેત રહેવાની સૂચના આપવી જરુરી છે.

નોંધનીય છે કે, બિપરજોઈ ચક્રવાતને કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ વિસ્તારો પર ખતરો તોળાઈ રહ્યો છે. અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બિપરજોઈ વાવાઝોડાથી તમામ લોકોને સુરક્ષિત રાખવા સતત ગતિશીલતા કામ કરી રહ્યા છે.

આજે  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે,  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાતના તમામ સાંસદો અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બિપરજોઈ વાવાઝોડના અનુસંધાને હાઈ લેવલની બેઠક બોલાવી છે. સાથે સાથે ગુજરાતના અસરકર્તા શહેરોને પણ સાવધાન રહેવાની તંત્ર દ્વારા સૂચના આપી દેવાઈ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close