ભારતમાં માર્ચ-2023 સુધીમાં 1,45,155 કિ.મી. રાષ્ટ્રીય ધોરીમાર્ગો નિર્માણ થયા
દેશના અર્થતંત્રને વેગ આપવા માટે કેન્દ્ર સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવા માટે છેલ્લા 9 વર્ષમાં 50 હજાર કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો નિર્માણ થયા છે. સત્તાવાર માહિતી અનુસાર, ભારતમાં 2014-15માં કુલ 97,830 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગો નિર્માણ થયા છે, જે માર્ચ-2023 સુધીમાં 1,45,155 કિલોમીટર સુધી વિસ્તરણ થયા છે.
સત્તાવાર ડેટા અનુસાર, 2014-15માં 12.1 કિમી પ્રતિ દિવસના રસ્તાઓ બન્યા છે તો, 2021-22માં દરરોજ 28.6 કિમી રસ્તાઓનું નિર્માણ થયું છે.
રસ્તાઓ અને ધોરીમાર્ગો દેશના અર્થતંત્રમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.માર્ગ પરિવહન એ માત્ર આર્થિક વિકાસ જ નહીં પરંતુ સામાજિક વિકાસ, સંરક્ષણ ક્ષેત્રો અને જીવન માટે મૂળભૂત વસ્તુઓની પહોંચનો આધાર છે. એક અહેવાલ મુજબ, દર વર્ષે લગભગ 85 ટકા પેસેન્જર અને 70 ટકા માલસામાનનો ટ્રાફિક રસ્તાઓ દ્વારા વહન કરવામાં આવે છે, જેનાથી આપણને તેના મહત્વનો ખ્યાલ આવે છે. ભારતમાં લગભગ 63.73 લાખ કિમી રોડ નેટવર્ક છે, જે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો નૂર અને મુસાફરોની કાર્યક્ષમ અવરજવરને સક્ષમ કરીને, લોકોને જોડવા અને આર્થિક પ્રવૃત્તિઓને સરળ બનાવીને દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.